બળાત્કારના કેસમાં બે આરોપીઓને ૧૦ વર્ષની કેદ ૫ હજારનો દંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 11:51:05
  • Views : 4770
  • Modified Date : 2020-02-28 11:51:05

થરાદ તાલુકાના એક ગામની સગીરાને જાફરી લેવા મુક્યા બાદ બે ઈસમોએ સગીરાને ઉઠાવી જઈ ધાર્મિક જગ્યા પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારનાર બે
આરોપીને ૧૦ વર્ષની સજા અને
૫ હજારનો દંડ આપતો ચુકાદો ખુલ્લી કોર્ટમાં સંભળાવતા કોર્ટ રૂમમાં સનાટ્ટો છવાઈ ગયો હતો. થરાદ તાલુકાના એક ગામની એક સગીરાને ગામના બે ઈસમોએ જાફરી લેવા ગલ્લે મૂકી હતી. આ સગીરા જાફરી લઈ પરત આવી રહી હતી ત્યારે ગામના બે ઈસમોએ સગીરાને રસ્તા વચ્ચેથી ઉઠાવી જઇ ધાર્મિક જગ્યા પર લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્ક્રમ આચર્યું હતું. જેમાં સગીરા લોહી લુહાણ હાલતમાં ઘરે પરત ફરી હતી અને સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોએ સગીરાને થરાદ પોલીસ મથક ખાતે લઈ જઈ ડુવા ગામે રહેતા ઈશ્વરસિંહ ભણજી દરબાર અને જનકસિંહ હેદુસિંહ દરબાર બંને ઈસમો વિરુદ્ધ દુષ્ક્રમની ફરિયાદ આપતા થરાદ પોલીસ મથક ખાતે તારીખ ૨૪/૫/૨૦૧૬ ના રોજ ૩૭૬, પોસ્કો કલમ ૪,૧૭ મુજબ ગુન્હો નોંધી બંને આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ કેસ દિયોદર એડિશનલ જજ જે.એન.ઠક્કર સમક્ષ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ડી.વી.ઠાકોર દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને તમામ પુરાવા આરોપી વિરૂદ્ધ હોવાથી કોર્ટ સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી બંને આરોપીને ૧૦ વર્ષની કેદ અને ૫ હજારનો દંડ ખુલ્લી કોર્ટમાં સંભળાવતા સગીરા અને તેના પરિવારજનોને ન્યાય મળ્યો હતો.

Download Our B K News Today App



Related News