ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં દસ ફૂટનું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 11:09:21
  • Views : 422
  • Modified Date : 2019-12-02 11:09:21

 વાવ તાલુકાની ભાખરી ગામની સીમમાં શનિવારે રાત્રે ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં ચારેતરફ
જળબંબાકાર થઈ ગયો હતો. તો વળી જીરાનો ૬૦ એકર જમીનમાં પિયત કરેલ પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.  સરહદી વાવ, સુઈગામ અને થરાદ તાલુકામાં સિંચાઈ માટે બનાવેલ કેનાલોમાં
વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટ્રાચારની રાવ ઉઠી છે. ડિસ્ટ્રીબ્યુટરી કેનાલો પર પ્રોટેક્શન દીવાલોના અભાવે પણ કેનાલ તૂટી જાય છે. તો વળી ભાખરી ગામના ખેડૂત સેંધાભાઈ ભાણજીભાઈ જોષીના ખેતરમાં ગાબડું પડતાં ખેતરો જળબંબાકાર બન્યા છે.અને ખેડૂતો પાયમાલ બન્યા છે. ત્યારે જે તે સમયે કેનાલની કામગીરીઓમાં જરૂર મુજબ, સિમેન્ટ, કોક્રિટ કે કોઈપણ પ્રકારના લોખંડનો ઉપયોગ કરવામાં નહિ આવતા કેનાલોમાં વારંવાર ગાબડાઓ પડે છે. ત્યારે એકદમ હલકી કક્ષાનું બાંધકામ હોવાથી કેનાલોમાં વારંવાર ગાબડાઓ પડે છે.  
યાત્રાધામ ઢીમા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં શનિવારે રાત્રે ત્રણ વાગે ગાબડું પડતાં ખેડૂતોનો જીરાનો પિયત કરેલ ૬૦ એકર જમીનમાં પાક જે સંપૂર્ણ નષ્ટ થઈ જતાં ખેડૂતોને એ પાકનું સર્વે કરીને સત્વરે નર્મદા નિગમ દ્વારા વળતર આપવામાં નહિ આવે તો કેનાલનું કામ પૂર્ણ નહી કરવા દેવામાં આવે તેવી ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી. અત્રે નોંધનીય છે કે વારંવાર કેનાલો તૂટી જાય છે તેથી કોન્ટ્રાક્ટરોને તૂટેલી કેનાલનું સમારકામ કરવાનું પણ બીળ મળે છે. આથી જ નબળી કામગીરીઓ કરતાં હોય છે.


Download Our B K News Today App



Related News