અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે, સ્કૂલમાં 6થી 7 લોકો ફાસાયાની આશંકા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 12:22:31
  • Views : 244
  • Modified Date : 2021-04-09 12:22:31

    શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી છે. 6થી 7 લોકો સ્કૂલની આગમાં ફસાયા હોવાની જાણકારી હાલમાં આપવામાં આવી રહી છે. આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

    નોંધનીય છે કે શહેરના વટવા જીઆઈડીસીમાં ફેઝ-4 ખાતે આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં 20 દિવસ પહેલા કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.


Download Our B K News Today App



Related News