સીટી સર્વેની તાનાશાહીથી રૂધાનેરામાં ૧૦ દુકાનોને લગાવી દેવાયા સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 10:42:43
  • Views : 300
  • Modified Date : 2021-03-22 10:42:43

ધાનેરામાં લીમડા ચોક પાસે આવેલ લાયબ્રેરીની જમીન સરકાર દ્વારા લાયબ્રેરીના હેતુ માટે ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તે જમીનનનો વાણીજ્ય હેતુ માટે ઉપયોગ થતો હોવાથી જિલ્લા કલેકટરે ૨૦૧૪ માં આ જમીન શ્રી સરકાર દાખલ કરવા હુકમ કરેલ હોવાથી દિવાળી પહેલા અન્ય દુકાનો સાથે ૧૦ દુકાનોને પણ સીલ કરી દેવામાં આવતા વેપારીઓ રઝળી પડ્યા છે અને ખોટી રીતે સીલ કરવા માટે હાઇકોર્ટમાં અપિલ દાખલ કરતાં સીટી સર્વેના અધિકારીઓ દોડતા થઇ જવા પામ્યા છે.
ધાનેરામાં જૈન સમાજ દ્વારા ધાનેરામાં લાયબ્રેરી બનાવવા માટે જમીન સરકાર પાસેથી મેળવી હતી. પરંતુ આ જમીન હેતુ ફેર થતાં આ જમીન સીટી સર્વે
નં-૨૪૧૮ ની ૧૦૩૩.૦૧ ચો.મી જમીન સરકાર દ્વારા આ જમીન ઉપર શ્રી સરકાર દાખલ કરવા માટે હુકમ કરતા ધાનેરા સીટી સર્વેના અધિકારીઓએ દિવાળી પહેલા ૦૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ આ સીટી સર્વે
નં-૨૪૧૮ સાથે સાથે સીટે સર્વે
નં-૨૪૧૯ થી ૨૪૨૮ ની મીલકત પણ હાઇકોર્ટ કે કલેકટર નો હુકમ ન હોવા છતાં તે દુકાનો પણ સીલ કરી દેવામાં આવી હતી. અને તે બાબતે આ અધિકારીઓએ કોઇપણ જાતની વાત સાંભળ્યા વગર સીલ કરતાં ૧૦ દુકાનદારો વર્ષોથી પોતાની રોજી રોટી રળતા હતા તેમની હાલત દયનિય બની જવા પામી છે. અને આ તમામ લોકોએ ભેગા મળીને જીલ્લા કક્ષાએ સીટી સર્વેની કચેરી ખાતે રજુઆત કરવા છતાં ન્યાય ન મળતા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

Download Our B K News Today App



Related News