વાવોલમાંથી દારૂના જથ્થા સાથે એક યુવાનને ઝડપતી સેક્ટર-૭ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 10:29:31
  • Views : 271
  • Modified Date : 2020-10-24 10:29:31

ગાંધીનગર શહેરમાં દિન પ્રતિદિન નાશાખોરીનું પ્રમાણ વધતુ જ જાય છે. થોડા દિવસ અગાઉ પણ ગાંધીનગર ઈન્ફોસીટી વિસ્તારમાંથી એક યુવાન ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે નશીલા પ્રદાર્થોના વેચાણ અને સેવન કરતા લોકો પર ધોસ બોલાવવાની શરૂ કરી દીધી છે. ત્યારે સેકટર-૭ પોલીસે વાવોલ ખાતે વિદેશી દારૂના ટ્રેટા પેકની બોટલ વેચવા આવેલા એક યુવાને રંગેહાથે ઝડપી લીધો હતો અને તેની વિરૂધ્ધ નાશાબંધી ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર શહેરના
સેક્ટર-૭ પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે પોલીસ
ઈન્સ્પેક્ટર જે. એચ. સિંઘવના માર્ગદર્શન હેઠળ હાલમાં તહેવારોની સીજન ચાલી રહી હોવાને કારણે નશીલા પ્રર્દાથોનું વેચાણ અને સેવન પણ વધતું હોય છે ત્યારે પોતાના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ અને બાતમીદારોને ચોક્કના કરી દીધા છે. ત્યારે સેક્ટર-૭
પોલીસની એક ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાવોલ ચોરી ઈન્ચાર્જ પીએસઆઈ ડી. એન. પરમાર તથા હે.કો. જયંતિજી ઠાકોરને બાતમી મળી હતી કે, એક યુવાન અરવિંદસિંહ લખ્ખુસિંહ ચૌહાણ રહે. પેથાપુર રીવરહાઈટ્‌સ ફ્લેટ નં. ૧૦૨ સંજર પાર્ક ગાંધીનગર એ હાલ મહાકાળી માતાના મંદિર પાસે દારૂની ટ્રેટા પેકની ૨૬૪ નંગ સાથે ઉભેલો છે અને કોઈને વેચવા માટે આવ્યો છે. આ બાતમીને આધારે પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ટ્રેટા પેકની ૨૬૪ બોટલ તથા કાર નં.  જીજે ૦૧ એચટી ૪૧૮૯ તથા મોબાઈલ મળી કૂલ રૂ. ૪,૨૦,૪૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News