માણસાના મલાવ તળાવમાં નાહવા પડેલા બે ડુબ્યા એક યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:48:03
  • Views : 297
  • Modified Date : 2021-03-12 10:48:03

માણસા શહેરના સિવિલ હોસ્પિટલ સામે આવેલા મલાવ તળાવમાં ગુરૂવારે બપોરે ધમેડા ગામનો યુવક અને એક અજાણ્યો પુરુષ નાહવા માટે ગયા હતા ત્યારે તેઓ વધુ આગળ જતાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા આ જાેઈ કોઈએ માણસા ફાયરને જાણ કરી હતી અને ફાયરની ટીમે બંનેને શોધી એકને જીવિત બહાર લાવ્યા હતા જ્યારે બીજા ધમેડા ના યુવક ને માણસા સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો અને આ બાબત ની જાણ માણસા પોલીસને થતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે મહા શિવરાત્રીનો તહેવાર હોવાથી માણસા શહેરમાં આવેલ કેશરેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ હતી અને શહેર તેમજ આજુબાજુના ગામના લોકો અહીં દર્શન કરવા માટે આવતા હતા જેમાં ધમેડા ગામનો ૨૧ વર્ષીય યુવક નિતીનજી રાણાજી ઠાકોર પણ દર્શન માટે  બપોરે અહીં મંદિરે આવ્યો હતો અને મંદિરની પાસે આવેલા મલાવ તળાવ પાસે ગયો હતો અને તળાવમાં નહાવા માટે અંદર ઉતર્યો હતો પરંતુ તે જેમ આગળ ગયો તેમ પાણીની ઊંડાઈ વધતા તે ડૂબવા લાગ્યો હતો અને તે સમયે તળાવની આજુબાજુ ઉભા રહેલા લોકોએ યુવકને ડૂબતો જાેતા બૂમાબૂમ કરી હતી અને તે સમયે તળાવમાં તેની સાથે અન્ય એક આધેડ
પુરુષ પણ તળાવમાં ડૂબી રહ્યો હોવાનું જણાતા કોઈએ માણસા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર સિધ્ધરાજસિંહ તેમની ટીમ સાથે અહીં પહોંચ્યા હતા અને તાત્કાલિક બંને ને શોધવાની કામગીરી આરંભી આધેડ
પુરુષને પહેલા જીવિત બહાર લાવી ધમેડાના યુવકને શોધખોળ બાદ બહાર લાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતા તેના
પરિવા ને આ બાબતની જાણ કરી બોલાવી લીધા હતા તો
પોલીસે પણ ઘટના બાબતે
તપાસ હાથ ધરી યુવકની સાથે તળાવમાં ડૂબેલા અજાણ્યા
પુરુષને શોધી હકીકત જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

Download Our B K News Today App



Related News