સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવી નગરપાલિકાઓમાં એક વોર્ડ-એક બેઠક કરવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 11:45:50
  • Views : 342
  • Modified Date : 2020-08-27 11:45:50

રાજ્યના ચૂંટણી પંચ અને સરકાર દ્વારા પાલિકાઓની ચૂંટણીમાં વોર્ડના સીમાંકન મનસ્વી રીતે કરવા સામે પાંચ વર્ષ અગાઉ અને ૨૦૨૦ ની આગામી ચૂંટણીઓને લઈને વાંધા સૂચનો આપવા છતાં પણ તે ફગાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને વડોદરાના કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવતે નવી
પિટિશન દાખલ કરાવી છે. જોકે,  વધુ વિલંબ થયો હોવાથી અગાઉની અને નવી કરાયેલી બંને પિટીશનોને સાથે ચલાવવા કોર્ટે સુનાવણી કરીને ચુકાદો જાહેર કર્યો છે.
હાલમાં મ્યુનિસિપલ
કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીઓમાં એક વોર્ડમાં ચાર બેઠક પ્રમાણે ચૂંટણીઓ યોજાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી યોજાય છે. જેને લઇને વડોદરાના કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે. જેમાં ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી યોજવી જોઇએ. જેના માટે તેમણે વર્ષ ૨૦૧૫ માં કરેલો કેસ અત્યાર સુધી હાલ પણ પેન્ડિંગ છે. ત્યારે ૨૦૨૦ માં આ બાબતને લઈને દાદ માંગવામાં આવી છે. આ કેસમાં સિનિયર કાઉન્સેલર તરીકે સિનિયર એડવોકેટ કપિલ સિબલ અને એડવોકેટ હરીન રાવલ સહિતના એડવોકેટ કેસને લઈને રજૂઆત કરી રહ્યા છે.
ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા મનસ્વી ર્નિણય લઈને પાલિકાઓની ચૂંટણીમાં વોર્ડ સિમાંકન મનસ્વી રીતે કરવા સામે ૨૦૧૫ અને ૨૦૨૦ ની ચૂંટણીઓમાં
આપેલા સત્તાવાર વાંધા અને સૂચનોને ફગાવી દેવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારે ચૂંટણી જીતવા માટે સત્તાનો ઉપયોગ કરીને મનસ્વી ર્નિણય લે છે. તેની સામે બંધારણનો ભંગ થતો હોવાની રજૂઆતના સંદર્ભમાં વર્ષ ૨૦૧૫ માં
સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ચુકાદો પાંચ વર્ષથી પેન્ડિંગ છે. હવે ૨૦૨૦ માં પણ પાલિકાની ચૂંટણીમાં આ જ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાતા પુનઃ રિટ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ઓર્ડર કર્યો છે. બંને પિટીશનોને સાથે ચલાવવામાં આવશે. તેમજ તાત્કાલિક સુનાવણીની તારીખ જાહેર કરીને ટૂંક સમયમાં જ ચુકાદો જાહેર કરાશે.

જો એક વોર્ડ એક બેઠકનો ર્નિણય આવે તો શું અસર થઈ શકે
હાલમાં એક વોર્ડમાં ચાર બેઠકોની વ્યવસ્થા છે. જેમાં એક જ વોર્ડમાં ચૂંટાયેલા ચાર સદસ્યો
પોતાના વિસ્તારના મતદારો પૂરતું જ ધ્યાન આપતા હોય છે. બાકીના વિસ્તારમાં વિકાસના કામો પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા હોવાથી વોર્ડનો અને છેવટે શહેરનો સમતોલ વિકાસ થઈ શકતો નથી. જ્યારે એક વોર્ડ એક બેઠક થવાથી સમગ્ર વોર્ડના વિકાસની જવાબદારી એ વોર્ડના સદસ્યની જ બને છે. જેથી તેને પૂરતું ધ્યાન આપવાની ફરજ થઈ પડે છે. વળી જે વોર્ડમાં જે વર્ગની બેઠક ફાળવાઇ છે, એ વર્ગના ઉમેદવારોને પણ ચૂંટણી લડવાની તક મળશે. જ્યારે પરંપરાગત રીતે મતદારો ઉપર પ્રભુત્વ ધરાવતા કેટલાક ઉમેદવારોને તેમની સીટ બદલવાનો સમય પણ આવી શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ-અલગ નિયમો શા માટે ?
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે સરપંચની ચૂંટણી હોય તો તેમાં એક જ બેઠક હોય છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં ચાર બેઠકો શા માટે ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ-અલગ નિયમો શા માટે હોવા જોઈએ ? સરકાર સત્તાનો ઉપયોગ કરીને મનસ્વી રીતે સીમાંકન કરી પોતાનો ફાયદો શોધે છે. પરંતુ છેવટે મતદારો અને જે-તે વિસ્તારને અન્યાય થાય છે. માટે સીમિત મતદાર અને સીમિત બેઠક હોવી જોઈએ.      - દીપક પટેલ (વિપક્ષ નેતા, ડીસા નગરપાલિકા)

Download Our B K News Today App



Related News