સિદ્ધપુર તાલુકામાં ઘૂસ્યો કોરોના એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:21:25
  • Views : 961
  • Modified Date : 2020-04-08 11:21:25


(પ્રતિનિધિ)    સિદ્ધપુર
સિદ્ધપુર તાલુકાના ગામડાઓમાં કોરોના વાયરસ ઘૂસી જતા લોકો અને તંત્રમાં ખળ ભળાટ મચી ગયો છે. જિલ્લામાં અગાઉ ૨ પોઝીટીવ કેસ બાદ નેદરા ગામમાં વધુ ત્રણ કેસ પોઝીટીવ આવતા સમગ્ર સિદ્ધપુર તાલુકાના સમગ્ર ગામો કિલ્લેબંધીમાં ફેરવાઇ ગયા છે. જિલ્લામાં એકમાત્ર સિદ્ધપુર તાલુકામાં કુલ ૫ કેસ પોઝીટીવ થઈ જતા અફરાતફરી મચી જવા છે. નેદરા ગામે વધુ ત્રણ કેસ પોઝીટીવ આવતા સમગ્ર ગામમાં સેનીટરાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો. સમગ્ર ગામને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ તમામ દર્દીઓ મુંબઈથી ચેપગ્રસ્ત બનીને આવ્યા હોઇ આરોગ્યના સર્વેમાં કેમ ના આવ્યા તે સૌથી મોટો સવાલ બન્યો છે. જ્યારે કોરોના વાઈરસના પગલે એક વ્યક્તિ
પોતાના જીવ ગુમાવ્યો છે. ૪૫ વર્ષિય દર્દીનું ધારપુર
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પાટણ જિલ્લામાં કોરોના વાયરસની ઘૂસણખોરી થયા બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. લઘુમતી કોમના સાળા બનેવી બાદ નેદરા ગામના વધુ ત્રણ વ્યક્તિ કોરોના વાયરસના પોઝીટીવ આવ્યા છે. મુંબઈથી આવેલા પાંચ વ્યક્તિઓમાંથી ચાર સંક્રમિત થયા હતા. જેમાં ૪૫ વર્ષિય કોરોના દર્દીનું
ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આથી પાટણ જિલ્લામાં કુલ પોઝીટીવ કેસ પાંચ થયા હોઇ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. શહેરમાંથી ગામડામાં કોરોના ઘૂસી જતા સિદ્ધપુર તાલુકામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાની જેમ કિલ્લેબંધી કરવામાં આવી છે. ૨૪ કલાક કોઈને પણ બહાર નહિ જવા અને ગામમાં પ્રવેશ પણ બંધ કર્યો છે. જિલ્લા પોલીસ અને આરોગ્ય દ્વારા સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ ધ્યાન આપવા જણાવી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કુલ
પાંચ કેસ બાદ હજુપણ ૮ વ્યક્તિના રિપોર્ટ આવવાના બાકી છે. આથી પાટણ જિલ્લામાં કોરોનાનો ચેપ થયાની આશંકા બની છે. આ ચારેય વ્યક્તિ મુંબઈથી આવ્યા અનેકને મળ્યા હોઇ પોલીસે તમામને શોધી હોમ ક્વોરોન્ટાઈન કરાવવા મથામણ શરૂ કરી છે. ગામડામાં ચેપનો ફેલાવો
ઝડપથી થવાની શક્યતા હોઇ
પાટણ જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગ્યું છે.
સિદ્ધપુર શહેરમાંથી કોરોના ના બે પોઝીટીવ કેસ મળી આવતાં આ ચેપ પ્રસરે નહીં તે માટે સિદ્ધપુર શહેર સહિત આસપાસના ૧૫થી ૨૦ ગામો સીલ કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરી છે. સોમવારે તંત્ર દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.  સિદ્ધપુરમાં કોરોના પોઝિટિવ કેસને ચાટાવાડા ગામ સાથે કનેક્શન હોવાથી ગામ સીલ કરી દેવામાં આવ્યું છે. આ લોકોની જે વિસ્તારમાં મુવમેન્ટની શક્યતા છે. તે સિદ્ધપુર શહેર સહિત આસપાસમાં દોઢથી બે કિલોમીટર આવેલા ૧૫થી ૨૦ ગામો સીલ કરી દેવા માટે તંત્રએ આયોજન કર્યું છે. તેના માટે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક પણ મળી હતી. જેમાં શહેર અને ગામો સીલ કર્યા બાદ લોકોને દવાઓ શાકભાજી, કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ આસાનીથી મળી રહે તે માટે પ્લાનિંગ કરવા માટે સુચના આપવામાં આવી હતી હજુ આ બાબતે આખરી નિર્ણય લેવાયો નથી.

Download Our B K News Today App



Related News