થરાદ-ધાનેરા હાઈવે પર અકસ્માત ઃ એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 12:17:13
  • Views : 1316
  • Modified Date : 2020-05-24 12:17:13

થરાદના રાહ ગામથી બનાસડેરીનું દૂધ વાહન ટેન્કર જીજે ૦૨ વીવી ૩૭૫૩ નંબરનું ધાનેરા તરફ જઈ રહ્યું હતું. ત્યારે રાહથી દોઢ બે કિલોમીટરના અંતરે આવેલ કોચલા ગામના
પાટીયા નજીક  ધાનેરા તરફથી આવતી વેગેનર ગાડી જીજે ૦૫ સીકે ૦૭૭૨ સાથે સામેથી ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વેગેનરગાડીમાં સવાર લોકોમાં મફભાઈ
પૂનમાભાઈ પ્રજાપતિ ઉ.વ.આશરે ૪૨ રહે. મેઘપુરા તાલુકો થરાદ વાળાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા  ધાનેરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે તેવું ઘટના સ્થળે પર ઉભેલા લોકોએ જણાવ્યું હતું.
અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થવા પામ્યાં હતાં
પરંતુ પોલીસ કે પરિવાર ન આવે ત્યાં સુધી મૃતકની લાશ રોડ પર પડી રહી હતી


Download Our B K News Today App



Related News