ડીસામાં વીજ કરંટથી યુવકનું મોત એક ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 12:10:48
  • Views : 332
  • Modified Date : 2020-02-16 12:10:48

ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં શનિવારે સવારના અગિયારેક વાગ્યાના સુમારે વીજ કરંટ લાગતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે
પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ કરૂણ ઘટનાની વિગત એવી છે કે, ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં કમલેશ્વરી પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ધરાવતાં અશોકભાઇ ઓઝા (મહારાજ)નો પુત્ર દિક્ષીત ઉર્ફે લાલો અશોકભાઇ અને રાજુભાઇ મણીલાલ રાવળ શનિવારે સવારે અગિયારેક વાગ્યાની આસપાસ કોઇ કામકાજ માટે પોતાના ધાબા ઉપર ચઢ્યા હતા. જો કે મકાન નજીકથી પસાર થતી હેવી વીજ લાઇનના કારણે કોઇ અગમ્ય કારણોસર વીજ કરંટ લાગતાં દિક્ષીત ઉર્ફે લાલો અશોકભાઇ ઉ.વ.આ. ૧૭)નું કરૂણ મોત નીપજયું હતું. જયારે રાજુભાઇ મણીલાલ રાવળ (ઉ.વ.૨૭)ને ઇજાઓ થતાં ૧૦૮ વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News