મલાણા પાટીયા પાસે અકસ્માત એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-12 11:42:04
  • Views : 369
  • Modified Date : 2019-10-12 11:42:04

બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત છે. મોડી રાત્રે પાલનપુર આબુ હાઇવે પર પસાર થતી ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી અકસ્માતોના બનાવમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત
પાલનપુર આબુ રોડ  હાઇવે મલાણા પાટીયા  રોડ પર  મોડી રાત્રે જીજે ૨૩ એ.ટી. ૭ ૪૨૨ નંબરની ગાડી પસાર થઇ  જે
પાલનપુરથી આબુ રોડ તરફ જતી હતી. ત્યારે ટ્રકના ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગનું કંટ્રોલ ગુમાવતા આગળ જતી ટ્રકની પાછળ ભાગમાં અકસ્માત સર્જાતા ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. પોલીસને જાણ કરતા મૃતકની લાશને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News