ડીસા-પાલનપુર હાઈ-વે પર અકસ્માત ઃ એકનું મોત છ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 11:12:47
  • Views : 1334
  • Modified Date : 2020-05-06 11:12:47

લોકડાઉનમાં સુમસામ માર્ગ પર ડીસા પાલનપુર હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ
પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.
અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે અને વાહનોની અવરજવર પણ બંધ હાલતમાં છે તેમ છતાં પણ અકસ્માતોનો સિલસિલો જારી છે. બનાસકાંઠામાં ડીસા
પાલનપુર હાઈવે પર આવેલ રસાણા ગામના પાટિયા પાસે દૂધના ટેન્કર પાછળ પુરપાટ ઝડપે આવી રહેલ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારચાલક જબરારામ માળીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતુ.  જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ
પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News