ડીસાના ઝેરડા નજીક અકસ્માત ઃ એકનું મોત,એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-07 12:13:04
  • Views : 1619
  • Modified Date : 2020-05-07 12:13:04

સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન અમલમાં અને રોડ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે છતાં અકસ્માતની વણઝાર ચાલુ  છે. ત્યારે ડીસા-ધાનેરા હાઈવે ઝેરડા નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પાછળ બેઠલ મહિલા
પર ટ્રકનું ટાયર ચડી જતા કરૂણ મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.  
અત્યારે સમગ્ર દેશમાં લોક ડાઉન ચાલી રહ્યુ છે અને વાહનોની અવરજવર પણ બંધ હાલતમાં છે તેમ છતાય પણ અકસ્માતનો સીલસિલો જારી છે. ધનાવડા ગામના રમેશભાઈ નાઈ અને તેમના પત્નિ જોસનાબેન પોતાનું બાઇક લઈ ઝેરડા બેંક ખાતે પૈસા ઉપાડવા જઈ રહ્યા હતા. ત્યારે ઝેરડા હાઇવે હનુમાન મંદિર પાસે બાઈક પાછળ પુરઝડપે આવી રહેલ ટ્રક એકદમ નજીક આવી જતા ગભરાઇ ગયેલ જોસનાબેન બાઈક પરથી પડી જતા પાછળથી આવી રહેલ ટ્રક માથાના ભાગે ચડી જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામનાર જોસનાબેનને સંતાનમાં પાંચ દીકરીઓ અને એક ચાર વર્ષનો દીકરો છે. જયારે બાઈક ચાલક રમેશભાઇને ઇજાઓ થતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા અને મુત્યુ
પામનારને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News