બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડ થરાદ માર્કેટયાર્ડમાં એક લાખ બોરીની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:39:09
  • Views : 293
  • Modified Date : 2021-03-19 11:39:09

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ અને વાવ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી નર્મદા કેનાલ પસાર થઇ છે અને નર્મદાની કેનાલ પસાર થતા થરાદ અને વાવ તાલુકાના ખેડૂતો ખેતીના કામમાં વિકાસ થવા પામ્યો છે અને અને ખેતીનંુ ઉત્પાદન  અઢળક થવા પામ્યું છે.   થરાદ પંથકમાં થરાદ માર્કેટયાર્ડમાં વધારે ઉત્પાદક આવવા લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું મોટામાં મોટું માર્કેટયાર્ડ થરાદના માર્કેટયાર્ડમાં શનિવારે સરહદી પંથકના અસંખ્ય ખેડૂતો માલ વેચવા બહોળી સંખ્યામાં ઉમટી પડતાં  છેલ્લા ત્રણ  દિવસમાં રેકોર્ડબ્રેક એક લાખ બોરીની આવકોથી માર્કેટયાર્ડ ઉભરાયું હતું. બીજી બાજુ માર્કેટના દરવાજાથી લાંબી લાંબી વાહનોની કતારો જમતાં ટ્રાફિક પણ થવા પામ્યું હતું.   સરકાર દ્વારા માર્કેટમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ ખેડૂત ટેકાના ભાવે રાયડો આપવા ફરક્યું નથી. જાે કે માર્કેટયાર્ડમાં ગુરૂવારે બહોળી સંખ્યામાં  ખેડૂતો વિવિધ માલનું વેચાણ કરવા ઉમટી પડતાં માર્કેટ આવકોથી ઉભરાઇ જવા પામ્યું હતું. બીજી બાજુ સપ્તાહની આવકોને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં માલની આવકો વધુ રહેવાની સંભાવનાએ
વેપારીઓમાં વધુ આનંદની લાગણી પ્રસરવા પામી હતી. જાે કે આવક વધવાને કારણે વેપારીઓને માલ મુકવાની જગ્યાનો અભાવ સર્જાવાની નોબત આવી હતી.  માર્કેટમાં મેળા જેવો માહોલ સર્જાવા
પામ્યો હતો.

Download Our B K News Today App



Related News