1.32 લાખની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમમાં 1 લાખ જેટલી સીટ્સ ખાલી; લોકોને ટેસ્ટમાં રસ નથી કે પછી GCAની અસુવિધાનો સામનો કર્યા બાદ નિરાશ ફેન્સ ઘરે બેસી રહ્યા?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 14:51:49
  • Views : 331
  • Modified Date : 2021-03-04 14:51:49

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ. 1.32 લાખની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમમાં માંડ 20% લોકો મેચ જોવા હાજર છે. બુક માય શોના સીનિયર અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 30 હજારથી ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ પાંખી હાજરી માટે જવાબદાર કોણ? લોકોને ટેસ્ટ જોવામાં રસ નથી કે પછી સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં ફેન્સે જે અસુવિધાનો સામનો કર્યો તેનાથી અકળાઈને મેચ જોવા આવવાનું રદ કર્યું.

    મેચ જોવા આવતાં ફેન્સને ક્રિકેટનું એવું ગાંડપણ હોય છે કે મેચની આગલી રાત્રે ઉત્સાહમાં સુઈ પણ શકતા નથી. તેઓ સ્ટેન્ડમાં બેસીને મેચ જોવે તો એટલી જ આશા રાખે છે કે 9 કલાક ગ્રાઉન્ડ પર બેસવાનું હોય તો પાણી માટે તેમને કાપવામાં ન આવે. મફતમાં નહિ તો વ્યાજબી ભાવે જ પાણી મળી રહે. જોકે, મોટેરા સ્ટેડિયમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વ્યવસ્થા એવી છે કે, એક ગ્લાસ પાણી પીવા ફેન્સે 10 રૂપિયા ચૂકવવા પડે છે. માર્ચની કડકડતી ગરમીમાં સ્ટેડિયમ માટે કરવામાં આવેલો ખર્ચો પાણીના નામે વસૂલવાનો પ્લાન છે?


    અહીં પાણી અને અન્ય સ્નેક્સ માટે રોકડા પૈસા ચૂકવવા પડે છે. જ્યાં એક બાજુ પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ, તેમના નામના સ્ટેડિયમમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમે પૈસા લેવામાં આવતા નથી. આજનો યુવા વર્ગ રોકડા પૈસા ભેગા રાખવામાં માનતો નથી, ત્યારે બેન્કમાં પૈસા હોવા છતાં ભૂખ્યા-તરસ્યા રહેવાનો અનુભવ ગઈ ટેસ્ટ પછી ફેન્સની યાદોમાં કાંટાની જેમ ખૂંચ્યા કરે છે.


    4Gના જમાનામાં 2G કરતાં પણ ખરાબ ડેટા સ્પીડનો અનુભવ કરવો હોય તો એકવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જરૂર પધારો. 20 kbનો ફોટો પણ સેન્ડ થતા મિનિટો લાગે છે. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામનું ફીડ બસ બફર જ થયા કરે છે, ત્યારે અહીં આજની યુવા પેઢી ઇન્સ્ટન્ટલી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરી શકે એ તો ફરસ્ટ્રેશન ફરીથી પાછું ફિલ કરવા સ્ટેડિયમ કેમ આવે?મેચ દરમિયાન ગરમીમાં પાણીના વધારે પડતા ભાવથી મેચ જોવા આવેલો દર્શક સીટ પર લાંબો થઇ સુઈ ગયો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. બપોરનો સમય હોવાથી સ્ટેડિયમમાં મોટાભાગની સીટ પર સીધો તડકો આવી રહ્યો છે. એવામાં દર્શકો છાયડામાં બેસીને જોવાનું પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન મેચ જોવા આવેલા એક દર્શક સ્ટેડિયમની ખાલી ખુરશી પર સૂઈને આરામ ફરમાવી રહ્યો હતો. સ્ટેડિયમમાં ચાલુ મેચમાં કંટાળો આવતો હોવાના લીધે આ દર્શક સુઈ ગયો હોય તેઓ લાગી રહ્યું હતું.



Download Our B K News Today App



Related News