જેથી ગામના ખેડૂતે નર્સરી બનાવી એક કરોડથી પણ વધુ આવક મેળવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 11:44:52
  • Views : 410
  • Modified Date : 2021-01-31 11:44:52

બનાસકંઠાના અંતરિયાળ તાલુકાઓમાં એક ગણાતા અને અતિપછાત તાલુકાનું બિરુદ મેળવનાર અમીરગઢ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ધારિત છે આ વિસ્તારના ખેડૂતો અત્યાર સુધી મુખ્યત્વે ઘઉં બાજરી અને મકાઈ જેવી ખેતી કરી રહ્યા હતા. પરંતુ આવી ખેતીમાં
પૂરતા ભાવો મળતા ન હોવાથી ખેડૂતોને મોંઘા બિયારણો અને ખાતર અને મેહનત આ બધી છેલ્લે સરવાળે શૂન્ય રહેતું.  એમાં
પણ છેલ્લા ચાર વર્ષોથી પાક તૈયાર થાય ત્યારે કમોસમી વરસાદ જેવી કુદરતી આફતો આવતા આ પંથકનો ખેડૂત દયનીય હાલતમાં મુકાઇ ગયેલ છે. તેથી હવે ખેડૂતો ખેતીમાં કઈક અલગ કરવાની જીજ્ઞાશા સાથે નવતર પ્રયોગો કરી રહેતા બાગાયતી ખેતી તરફ આકર્ષાય છે. જે એક રોકડીયા પાક સાબિત થતાં સારો નફો મળી રહ્યો છે. આવી જ રીતે અમીરગઢ તાલુકાના મોટા ખેડૂત જેથી ગામના ઠાકોરભાઈ પટેલ ખેતીમાં અવર નવાર કઈક જુદી જ ખેતી કરી નાના ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓએ ફારમિંગ બિયારણ અને નર્સરી કરી સારી સફળતા મેળવી રહ્યા છે. તેમને મરચાં, ટેટી,
પપૈયા, રીંગણ, ટામેટાના
રોપ બનાવી મોટા પાયે વેચાણ કરી રહ્યા છે. તેમને
પપૈયાના ત્રણ લાખથી પણ વધુ રોપ તૈયાર કરેલા છે.
ઠાકોરભાઈ પટેલ  ૮૦ વર્ષના છે પણ સમયને સાથે ચાલી ખેતી તેમજ રોપાઓમાં નવતર પ્રયોગ કરતા હોય છે.
પિતાના વારસાગતમાં મળેલી ખેતી  ઠાકોરભાઈ
પટેલે અલગ વિચારી ૧૯૯૧ માં નર્સરીની શરૂઆત કરી. સિનિયર સિટીઝન ખેડૂત
ઠાકોરભાઈ પટેલ જણાવેલ હતું કે નવાબી શાશનમાં નાના ખેડૂતોને સધ્ધર બનાવવા માટે નવાબે જમીન ફાળવેલ હતી અને તેમાં ખેતી કરી જીવન નિર્વાહનો પાયો આપેલ હતો.

Download Our B K News Today App



Related News