બનાસકાંઠા જિલ્લા માટે પરબતભાઇ પટેલે ગ્રાંટમાંથી એક કરોડ રૂપિયાની ફાળવણી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-26 11:42:18
  • Views : 358
  • Modified Date : 2020-03-26 11:42:18

ભારત દેશમાં કોરાનાની મહામારી ચાલે છે.  જ્યારે સરકાર તેને અટકાવવા તમામ જાતના પગલાં ભરી રહી છે.  ત્યારે બનાસકાંઠાના સંસદ
પરબતભાઈ પટેલ હંમેશા લોકોની સાથે લોકોની મદદ માટે ખડેપગે ઊભા રહેનાર અને હંમેશા લોકોની ચિંતા કરે છે.
પોતાની ગ્રાન્ટમાંથી સંસદીય વિસ્તાર બનાસકાંઠા જિલ્લા માટે હાલમાં કોરાના વાયરસની મહામારીને પહોંચી વળવા  બનાસકાંઠાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં કોરાના સંક્રમણની બીમારી ને રોકવા તથા તે અંગેની  જરૂરી મેડિકલ સાધનોની સુવિધા માટે  સાંસદ પરબતભાઇ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આથી બનાસકાંઠા જિલ્લાવાસીઓએ પરબત ભાઈનો આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News