ગંગાસાગર નજીક અકસ્માત સર્જાયો એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-11 11:31:02
  • Views : 553
  • Modified Date : 2020-01-11 11:31:02

 બનાસકાંઠાના પંથકમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે તાજેતરમાં ગંગાસાગર નજીક અજાણ્યા વાહનચાલક દ્વારા સાઇડમાં ઉભેલ ઇકોના ડ્રાઈવરને પાછળથી આવીને સ્વીફટ ગાડીના ડ્રાઇવરે ગાડીનું કંટ્રોલ ગુમાવતા અકસ્માત કર્યો હતો. જેમાં ઇકોના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું હતું. સ્વીફટ ગાડીનો  ડ્રાઈવર અકસ્માત કરીને ભાગી ગયો હતો. જ્યારે અકસ્માત થયેલ વ્યક્તિ ઘટનાસ્થળે જ મૃત્યુ
પામ્યો હતો. આંત્રોલી ગામના ચકુસિંગ બાબરસિંહ ચૌહાણ જે પોતાની ઇકો ગાડી નંબર જીજે.૨૭.કેએ.૪૭૩૩  ગંગાસાગર નજીક સાઈડમાં કરીને ગાડી લઈને ઊભા હતા ત્યારે પાછળથી આવેલા પુર ઝડપથી સ્વીફટના ડ્રાઈવરે  સાઈડમાં ઉભેલા ડ્રાઈવરને અકસ્માત કર્યો હતો. જેથી અકસ્માત થતા ઇકો ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું અને અકસ્માત સર્જનાર વ્યક્તિ પોતે સ્વીફટ ગાડી લઈને ભાગી ગયો હતો. જેથી ઘટનાસ્થળેથી
પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News