ગાંધીનગરમાં કોરોના ૫૦ની નજીક, એકજ દિવસમાં સૌથી વધુ ૧૦ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 11:46:52
  • Views : 481
  • Modified Date : 2020-05-01 11:46:52

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસે આક્રમકતાથી ભરડો લેતાં
પોઝીટીવ કેસો અડધી સદીની નજીક પહોંચી ગયાં છે. સત્તાવાર રીતે અત્યારે ૪૮ જેટલાં થયેલાં કોરોના પોઝીટીવ કેસોમાં બીજાં ૧૨ જેટલાં કેસ અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં દર્શાવાતાં ખરેખર તો ગાંધીનગર જિલ્લામાં ૬૦ જેટલાં કેસ થઈ ગયા છે. લોકડાઉન - ૨માં કોરોના
પોઝીટીવનું આક્રમણ જોઈ મોડાં મોડાં જાગેલા વહીવટ તંત્ર દ્વારા ઘોડા છૂટી ગયાં પછી તબેલાને તાળાં મારતાં આજે ગાંધીનગરમાં પ્રવેશ માટે ચ રોડ સિવાયનાં તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યાં હતાં.
ગાંધીનગર જિલ્લામાં કોરોના એ છેલ્લાં એક અઠવાડિયાથી આક્રમક વલણ અપનાવતા લોકોમાં ભય ફેલાયો છે. તો તંત્ર હવે રહી રહી ને હરકતમાં આવી ગયું છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝીટીવનાં પાંચ - પાંચ કેસ નોંધાયા છે. જે એક દિવસમાં સૌથી વધુ છે. ગાંધીનગર શહેરમાં આજે સેકટર ૨ બીમાં બે કેસ પોઝીટીવ આવ્યાં છે. જેમાં એક ૫૪ વર્ષીય અને બીજાં ૫૯ વર્ષીય
પુરૂષને કોરોના પોઝીટીવ છે. જ્યારે સેક્ટર ૨૪માં શ્રીનગર ખાતે ૪૫ વર્ષીય સરકારી કર્મીને કોરોના પોઝીટીવ આવ્યો છે. સેક્ટર ૩ સી માં એક ૩૫ વર્ષીય મહિલા તેમજ સેક્ટર ૧૩માં
પારિજાત ફ્‌લેટસ ખાતે એક ૨૭ વર્ષીય યુવતીને કોરોના
પોઝીટીવ આવતાં નગરજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવાં પાંચ કેસ નોંધાયા છે. ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર તાલુકાનાં મેદરાંમાં એક પોઝીટીવ કેસ નોંધાયો હતો. જ્યારે આજે દહેગામ તાલુકામાં હલિસામાં ૩ તેમજ ગાંધીનગર તાલુકાનાં અડાલજ અને પેથાપુરમાં એક - એક કેસ પોઝીટીવ આવ્ય છે. આ ઉપરાંત આજે માણસા તાલુકાનાં ચડાસ્નામાં બે તેમજ કલોલ અને દહેગામનાં નાંદોલમાં એક એક કેસ પોઝીટીવ આવ્યાં છે. પરંતુ તેને અન્ય જિલ્લામાં ગણવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News