હારીજ તાલુકાના નવામાંકા ગામે ખેતરમાંથી ગાંજા સાથે એક ઇસમ જેલના હવાલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 11:45:23
  • Views : 489
  • Modified Date : 2019-10-17 11:45:23

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નવામાંકા ગામે એક ઇસમના ખેતરમાં ગાંજાનો છોડ વાવેલ હોવાની બાતમી પાટણ એસ.ઓ.જીની ટીમને મળતાં આ ટીમે પોતાના માણસો તેમજ પંચો સાથે પહોંચી બાતમીવાળા ખેતરમાંથી ગાંજાના નાના મોટા ૩૦૯ છોડ મળી આવતા ખેતર માલીકને પકડી જેલના હવાલે કર્યો હતો.
પાટણ પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની સુચનાથી જિલ્લાભરમાં  નાર્કોટિક્સ લગતની બદી
સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સૂચન કરતા પાટણ એસ.ઓ.જીના પોલીસ
ઇસ્પેક્ટર ડી.વી. ડોડીયાને બાતમી મળેલ કે હારીજ તાલુકાના જવા માંકા ગામ
તરફ જવાના કાચા નેળીયા
પાસે કાંસ નામથી
ઓળખાતા ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડ ઉછેરવામાં આવી રહ્યા છે. તેવી સચોટ બાતમી મળતાં પી.આઇ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પી.એસ.આઇ એલ.પી. બોડાણા અને એસ.ઓ.જી પાટણ ટીમ સાથે સરકારી ફોટોગ્રાફર, વજન કાંટા અને સરકારી પંચો સાથે હારીજ તાલુકાના નવા માંકા ગામે ઠાકોર દીવાનજી લવજીજીના કબજા ભોગવટાના ખેતરમાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરેલ હોય. જેની હકીકત આધારે રેઇડ કરતા ખેતરમાંથી ગાંજાના નાના મોટા છોડ નંગ ૩૦૯ શોધી કાઢેલ જેનું વજન ૪૧.૯૬૦ કિલોગ્રામ અને  રૂ ૨,૫૧,૭૬૦ કિંમતના મુદ્દામાલ સાથે ઠાકોર દીવાનજી લવજીજીને પકડી પાડી તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News