માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ,માઇનસ ૧ ડિગ્રી તાપમાન થતાં બરફ જામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 11:27:02
  • Views : 355
  • Modified Date : 2021-01-08 11:27:02


બી.કે.ન્યૂઝ, આબુ
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાનો તીવ્ર પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ગુરૂવારે સતત બીજા દિવસે તાપમાનનો પારો ઠંડકથી નીચે એક ડિગ્રી નીચે રહ્યો હતો. પારોમાં ઘટાડો થયા બાદ હિલ સ્ટેશનમાં ઘણી જગ્યાએ બરફ જાેવા મળ્યો હતો. શિયાળામાં ઠંડીથી બચવા માટે તાપણાનો આશરો લઈ રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા  લોકોની દિનચર્યામાં નોંધપાત્ર અસર થઈ રહી છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો
પારો સતત ઘટી રહ્યો છે. બુધવારે તાપમાનનો પારો પાંચ ડિગ્રી ઘટ્યા બાદ લઘુત્તમ તાપમાન માઈનસ ૩.૪ ડિગ્રી હતું. ગુરૂવારે સતત બીજા દિવસે
તાપમાનનો પારો  માઇનસ એક ડિગ્રી નીચે પહોંચ્યો છે.
તાપમાનના પારામાં ઘટાડો થવાને કારણે માઉન્ટ આબુ ઠંડુગાર થયું છે. હિલ સ્ટેશન ઠંડીના પ્રકોપ વચ્ચે લોકોની દિનચર્યામાં
નોંધપાત્ર અસર જાેવા મળી છે. માઉન્ટઆબુમાં લોકો ઘરોમાં ઘણાં કલાકો સુધી પુરાઈ રહે છે.  સતત ઠંડી વધતા માઉન્ટ આબુમાં ઘણી જગ્યાએ બરફ જાેવા મળ્યો હતો. જેમાં ગુરૂવારે બધે બરફ જાેવા મળ્યો હતો. માઉન્ટ આબુના
પોલો ગ્રાઉન્ડમાં ઘાસ પર ઝાકળ ટપકતાં  બરફ જામેલો જાેવા મળ્યો હતો. તેમજ હોટલો અને મકાનોની બહાર રાખવામાં આવેલી કારની છત પર બરફનો એક થર જામ્યો હતો. સવારે પણ ખેતરોમાં બધે બરફ જાેવા મળ્યો હતો. ખેતરોમાં નાંખેલી પાણીની પાઇપલાઇનમાં પાણી જામી ગયું હતું. આબુમાં ગરમ-ગરમ વાનગીઓની જાેરદાર માંગ રહી હતી. પ્રવાસીઓ નક્કી તળાવના કાંઠે સૂર્યપ્રકાશ માણતા જાેવા મળ્યા હતા.તેમજ  ચા સાથે ગરમ વાનગીઓ માણી રહ્યા છે.જ્યારે સ્થાનિક લોકોની દિનચર્યા પર નોંધપાત્ર અસર થઈ છે. તેઓ ઘરોમાં ઘણાં કલાકો સુધી રહી શિયાળો ટાળવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News