શિહોરીના માનપુર પાટીયે લક્ઝરી બસ પલ્ટી જતાં એક બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:31:15
  • Views : 280
  • Modified Date : 2021-03-12 10:31:15

કાંકરેજ તાલુકાના શિહીરી-થરા નેશનલ હાઈવે ઉપર આવેલ માનપુરા ગામના
પાટિયા પાસે ગત ગુરૂવારના રોજ સવારે ૭ કલાકે રજી.નં. જીજે ૨૬ ટી ૫૨૧૫ નંબરની લક્ઝરીબસ પલ્ટી જતાં ઘટના સ્થળે એક બાળકનું મૃત્યુ થયું હતું. જ્યારે લક્ઝરી બસમાં સવાર અંદાજીત ૧૫ જેટલા લોકો ઘાયલ થયા હતા. સવાર કેટલાક લોકોને હાથ-પગમાં ફ્રેકચર થયા છે. તેમજ બીજા લોકોને સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે ૧૦૮ મારફતે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડેઈલી સર્વિસ સીતારામ લકઝરી ટ્રાવેલ્સ સુરતથી ભાભર આવતા કાંકરેજ તાલુકાના શિહોરી માનપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસના ડ્રાઈવરે પુરપાટ
ઝડપે અને ગફલત રીતે ગાડી હંકારતા સર્વિસ રોડના ડીવાઈડર ઉપર ચડી જતા બસ પલ્ટી જતા અકસ્માત સર્જાતા  અકસ્માતને પગલે એક તરફનો રસ્તો સાવ બ્લોક થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં આજુ બાજુના લોકો વિશાળ સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શિહોરી પોલીસને જાણ થતાં શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદી ધર્માભાઈ ખેંગારભાઈ પ્રજાપતિ કંડકટર રહે.લોદ્રાણી તા.વાવ, જી.બનાસકાંઠાની  ફરિયાદના આધારે આરોપી ડ્રાયવર મહેબુબભાઈ શેરમહોમદભાઈ ચાંદ, રહે. સાવરકુંડલા, તા.સાવરકુંડલા, જી.અમરેલીવાળા વિરુધ્ધ ઈ.પી. કો. કલમ ૨૭૯, ૩૩૭,૩૩૮, ૩૦૪ (અ) એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી શિહોરી
પી.એસ. આઈ.એસ. વી. આહીરે વધુ
તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News