ધાનેરામાં ડીપ્થેરીયામાં વધુ એક બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 11:34:03
  • Views : 342
  • Modified Date : 2019-10-17 11:34:03

ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાના કેશને લઇને ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જાઇને શંકાસ્પદ ડીપ્થેરીયાના કેસ શોધવામાં આવી રહ્યા છે.  બુધવારે પણ ત્રણ નવા કેસ મળી આવ્યા હતા. જેથી આ ત્રણે બાળકોને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા છે. જ્યારે ડીસા ખાતે સારવાર લેતા એક બાળક્નું મોત થતાં મોતનો આંકડો
પાંચનો થયો છે.
ધાનેરા તાલુકામાં જાણે બે ચાર મહિનાથી આરોગ્ય વિભાગ અને લોકો ઉપર કુદરત રુઠયો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ધાનેરા તાલુકામાં વાયરલ ફિવર, ડેન્ગ્યુ તેમજ ડીપ્થેરીયાના કેસોને લઇને આરોગ્ય વિભાગ ભારે દોડધામમાં આવી ગયુ છે. અને તાલુકાના તમામ આરોગ્ય ર્ક્મીઓ અને અધિકારીઓ સતત ગામડાઓના લોકોને ઘરે ઘરે તેમજ ખેતરે ખેતરે જાઇને તપાસ કરી રહ્યા છે અને બાળકોને રસી આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પણ હવે કોઇ બાળકને જોખમ ના આવે તે માટે શંકાસ્પદ ડીપ્થેરીયા દેખાય તેવા બાળકોને પણ સારવાર માટે પાલનપુર ખાતે મોકલી રહ્યા છે. જેથી આ સાત દિવસની કામગીરીમાં અગાઉ ૧૮ કેસ બહાર આવ્યા હતા. ત્યારે બુધવાર સુધીમાં બીજા ત્રણ કેસ નવા બહાર આવતા ડીપ્થેરીયાનો આંકડો ૨૧ પર પહોંચ્યો છે અને જેમાં અગાઉ ચાર બાળકોના મોત નિપજ્યા હતા અને ફરી બુધવારે વધુ એક બાળકનું મોત નિપજ્યુ હતું. જેથી મૃત્યુ આંક પાંચ થવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News