ડીસાના સી.એ.ની પત્નીના હત્યા કેસમાં એક આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:27:15
  • Views : 417
  • Modified Date : 2021-03-12 10:27:15

ડીસાના સી.એ.લલિત માળીએ તેની પત્નીની હત્યા કરી અકસ્માતમાં ખપાવવાની ઘટનામાં અગાઉ ભીલડી
પોલીસે પતિ સીએની અટકાયત કરી હતી. ત્યારબાદ તપાસ એલસીબીને સોપવામાં આવતા એલસીબી પોલીસે સી.એ.ની
પત્નીને કારથી ટક્કર મારી મોત નિપજાવનાર શખ્સની ગતરોજ અટકાયત કરી છે.
ડીસાના સી.એ. લલિત માળીએ તેની પત્નીની તેમના મિત્રોની મદદથી હત્યા કરાવી હતી. અને તેને માર્ગ અકસ્માતમાં ખપાવી દેવાની કોશીષને પોલીસે નિષ્ફળ બનાવી સમગ્ર ઘટના પ્રકાશમાં લાવી પતિ સહીતના શખ્સો સામે હત્યા કરવા સહીત મદદ ગારીનો ગુનો નોંધી સી.એ. લલિત માળીની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ચકચારી હત્યાની તપાસ બનાસકાંઠા એલસીબીને
સોંપવામાં આવી હતી. જેના
પગલે એલસીબી પોલીસ દાંતાના કપાસીયા ગામે
પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમીના આધારે સી.એ. હત્યા કેસમાં સી.એ.ની
પત્નીને સ્વીફ્ટ કારથી ટક્કર મારી હત્યા કરનાર આરોપી મહેશભાઈ વિરાજી માળી (રહે.ચુનીકાકા પાર્ક ત્રણ હનુમાન ડીસા) ની અટકાયત કરી હતી. તેમજ જે કારથી મહિલાની હત્યા કરવામાં આવી હતી તે સ્વીફ્ટ કારને
પણ કબજે લેવામાં આવી હતી. આ ગુનામાં આરોપીને પકડી ભીલડી પોલીસને પૂછપરછ માટે સાંેપવામાં આવ્યો હતો. જ્યારે વધુ એક ફરાર આરોપી કીર્તિકુમાર કાનજીભાઈ સાંખલા (માળી) ને પકડવા
પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News