વડોદરામાં વાહન ચેકિંગ દરમ્યાન 1.78 કરોડનો બિયર-દારૂનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-02 17:57:31
  • Views : 42
  • Modified Date : 2025-02-02 17:57:31

વડોદરા ગ્રામ્ય એલસીબીએ છેલ્લા 24 કલાકમાં કરજણ, વરણામા, મંજુસર પોસ્ટની હદમાંથી અલગ અલગ 4 વિદેશી દારૂ ભરેલા કન્ટેનરો ઝડપી પાડી 95 લાખથી વધુની કિંમતની દારૂની કુલ 77 જપ્ત કરી છે. સાથે જ કન્ટેનર, મોબાઈલ ફોન, બેરલો વિગેરે મળી કુલ રૂ.1,78,22,496ની કિંમતનો વિશાળ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે નંબર 48 માગલેજ ગામે ચોકડી ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર એલસીબીની ટીમ વોચ તથા શંકાસ્પદ વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી.

 

કન્ટેનરમાંથી વિદેશી દારૂની 950 પેટી

આ દરમિયાન એક કન્ટેનરની તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને મહારાષ્ટ્ર રહેવાસી ડ્રાઈવર અબ્દુલમલીક હમીદહુસેન ખાનના કન્ટેનરમાંથી વિદેશી દારૂની 950 પેટી, કુલ બોટલ નંગ -45,600 જેની કિંમત 45,60,000 તથા મોબાઈલ ફોન-કન્ટેનર રૂપિયા 10 લાખ સહિત કુલ 55.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

71.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

તે જ પ્રકારે વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી તરફની ટ્રેક ઉપર પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે, શ્રધ્ધા કાઠીયાવાડી હોટલના પાર્કીંગમાંથી એક કન્ટેનર પકડી પાડ્યો હતો. હરિયાણા ડ્રાઈવર તોફિક ઉસ્માન પકડી તેના કન્ટેનરની તપાસ કરતા તેમાંથી વિદેશી દારુની પેટી નંગ-285, કુલ બોટલ નંગ 10,692 જેની કિમત રૂ.23,47,968 તથા પ્રવાહી ભરેલ પતરાના બેરલ નંગ- 64, કિંમત 32,62,464 અને કન્ટેનર કિંમત 15 લાખ રૂપિયા મળી કુલ 71.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Download Our B K News Today App



Related News