તાલુકા પંચાયતનુ ૯.૪૩ કરોડનું બજેટ રજૂ કરાયુ, ૧.૬૯ કરોડ બચત બતાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:53:37
  • Views : 377
  • Modified Date : 2021-01-12 11:53:37

ગાંધીનગર તાલુકા
પંચાયતમાં વર્ષ ૨૦૨૦-૨૧નું સુધારાવાળુ અને ૨૦૨૧-૨૨નું અસલ અંજાપત્ર રજૂ કરાયુ હતુ. અંદાજે ૯.૪૩ કરોડનો અંદાજ લગાવાયો હતો. જેમાં ૭.૭૪ કરોડ ખર્ચ અને ૧.૬૯ કરોડ બચત થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. બજેટમાં તાલુકામાં આકસ્મિક રીતે થતા મોતમાં આપવામાં આવતી સહાયમાં ઘટાડો સૂચવવામાં આવ્યો હતો. અગાઉ એક વ્યક્તિના કિસ્સામાં રૂ.૨ લાખ ચૂકવાતા હતો જેને હવે રૂપિયા ૧ લાખ આપવાનું સૂચન કરાયુ હતુ.
ગાંધીનગર તાલુકા
પંચાયતના બજેટમાં કોઇ નવો વિકાસલક્ષી સુધારો મુકવામાં આવ્યો નથી. સુધારા સાથે રજૂ કરવામાં આવેલા બજેટમાં સમાજ ઉત્થાન કરવાની સાથે સાથે પોતાનો વિકાસ કરવાની જાેગવાઇ પણ મુકવામાં આવી હોય તેવુ જાેવા મળી રહ્યુ છે. રૂપિયા ૫૦ લાખ માત્ર સફાઇ, જનજાતિ ક્ષેત્ર માટે રાખવામાં આવ્યા છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં શાળામાં ફરિફાઇ, રમતગમત, વિજ્ઞાનમેળા માટે ૫ લાખ રૂપિયાનો જાેગવાઇ કરાઇ છે.  જ્યારે શાળાના તુટેલા ઓરડાની મરામત માટે ૨૫ લાખ રૂપિયા જાેગવાઇ કરાઇ છે.
બીજી તરફ તાલુકામાં આકસ્મિત અવસાન થાય તો રૂપિયા બે લાખ મૃતકના
પરિવારને સહાય માટે
આપવામાં આવતા હતા. હવે તેનો વધુ લોકોને લાભ મળે તે માટે બે લાખની જગ્યાએ એક લાખની સહાય કરવામાં આવશે. જ્યારે પહેલેથી જ ગ્રામ પંચાયતોમાં પીવાના
પાણીની વ્યવસ્થા કરાઇ છે. છતા પંચાયતોમાં પીવાના
પાણીની સુવિધા માટે રૂ.૧૫ લાખની જાેગવાઇ કરાઇ છે.

Download Our B K News Today App



Related News