વડગામના મોરિયામાં રૂ.૧.૬૩ લાખની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-12 11:17:50
  • Views : 607
  • Modified Date : 2020-11-12 11:17:50

 વડગામ તાલુકાના મોરિયા ગામમાં  પ્રજાપતિ પરિવાર
ઘરની ઓસરીમાં સૂતો રહ્યો હતો. ત્યારે તસ્કરો બારીની ગ્રીલ કાઢી ઘરમાંથી રૂ.૧.૬૩ હજારની ચોરી પલાયન થઈ ગયા હતા. જેની વહેલી સવારે પરિવારના સભ્યોને જાણ થતાં તેઓએ વડગામ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના મોરિયા ગામમાં રહેતા ખેડૂત જયેશ ભાઈ ધુડાભાઈએ પરિવાર સાથે ઘરની ઓસરી માં સુઈ રહ્યા હતા. અને મંગળવારે વહેલી સવારે પોતાના ખેતરમાં  ગયા હતા. જ્યારે તેમના પત્ની સવારે વહેલા જાગી ઘરનો દરવાજો ખોલવા માટે ગયા હતા. પરંતુ દરવાજો બંધ હોવાથી ખૂલતો ન હતો. જેથી જયેશભાઇ ના દિકરા એ તેના કાકાને બોલાવીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધક્કો મારીને જોતા દરવાજો અંદરથી દોરી વડે બાંધેલો હતો. અને ઘરમાં
પેટીઓ ખુલેલી હાલતમાં જોતા સરસામાન અસ્ત વ્યસ્ત પડેલો જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. રાત્રિ દરમિયાન તસ્કરો આવી ઘરમાં દાગીના અને રોકડ રકમ સાથે ૧.૬૩ હજાર રૂપિયા ચોરી કરી નાસી છૂટ્યા હતા. તસ્કરોએ ઘરની  અંદર રસોડાની બારીની ગ્રીલ તોડી કાઢી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં
પડેલ પેટીમાં સોના -ચાંદીના દાગીના રૂ. ૧,૩૬,૫૦૦/- અને રોકડ રૂ. ૨૭૦૦૦/- મળીને કુલ રૂ. ૧,૬૩,૫૦૦/-ની મત્તા ચોરીને તસ્કરો
પલાયન થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News