થરાદમાં અદાણી પરિવારે વતનનું ઋણ અદા કર્યું : 40 લાખના ખર્ચે ઑક્સીજન પ્લાન્ટ સ્થાપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 11:28:19
  • Views : 511
  • Modified Date : 2021-05-18 11:28:19

     બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં કોરોનાએ તેનો વિકરાળ પંજો ફેલાવી દેવાના કારણે અસંખ્ય યુવાન અને આધેડનાં અકાળે અવસાન થવા પામ્યાં હતાં. આવા પ્રવર્તમાન સમયમાં ઓક્સિજનની અછત ઉભી થતાં નગરના અગ્રણીઓ અને વ્યક્તિઓ તથા અનેક સામાજીક સંગઠનો આગળ આવી ખભેખભા મિલાવીને ઓક્સિજન અંગેની કામગીરી કરતાં તેમની મદદથી અનેકોને નવજીવન પણ બક્ષવામાં આવ્યું હતું.પરંતુ વકરતી જતી મુશ્કેલ પરિસ્થિતીમાં મદદરૂપ થવા સ્થાનિક નેતાગીરીની નજર મુળ થરાદના વતની અને દુનિયાના 20 અમીરોની યાદીમાં સ્થાન મેળવનાર ભારતના ટોચના ઉદ્યોગપતિ અને અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી પર ઠરી હતી. અને તેમને વતનની સેવા કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. જેને લઇને અદાણી પરિવાર દ્વારા માદરે વતનનુ ઋણ ચુકવવા આગળ આવ્યું છે..જેમાં  સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો છે..અંદાજીત 40 લાખના ખર્ચે બનેલા પ્રોજક્ટથી રોજની 125થી 150 બોટલ રિફિલ થઇ શકશે..થરાદની સરકારી હોસ્પીટલમાં 200 PSA ક્ષમતા ધરાવતા પ્લાન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News