રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9400ને પાર પહોંચી ગઈ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-14 12:23:28
  • Views : 264
  • Modified Date : 2020-11-14 12:23:28

         કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9400ને પાર પહોંચી ગઈ છે દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે .રાજકોટ શહેર અને જિલ્લામાં તહેવારના સમયે જ કેસની સંખ્યા ખુબજ વધવા લાગી છે. શુક્રવારે એક જ દિવસમાં 133 કેસ આવ્યા હતા અને હજુ તેમાં આગામી સમયમાં વધારો થઈ શકે છે.આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે તહેવારને લઈને કેસ વધવાની પૂરી શક્યતાઓ છે જેની અસર અત્યારથી જ વર્તાવા લાગી છે. જે રીતે સપ્ટેમ્બર માસમાં કેસ આવ્યા હતા તે રીતે ફરીથી 100 ઉપર કેસ આવી રહ્યાં છે અને તહેવાર પછી વધારો થશે તેવી ચિંતા પ્રસરી છે.છેલ્લા એક સપ્તાહમાં જે કેસ આવ્યા હતા તેમાં સૌથી વધુ કેસ શુક્રવારે આવ્યા છે. હાલ જે કેસ આવ્યા છે તેમાં શહેરમા 87 તો જિલ્લામાં 46 કેસ આવ્યા છે. આ સાથે રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસની સંખ્યા 13831 થઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા વધતા હોસ્પિટલાઈઝેશનનો દર પણ વધવા લાગ્યો છે.

Download Our B K News Today App



Related News