રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 13:56:21
  • Views : 505
  • Modified Date : 2020-11-09 13:56:21

          ખેડૂતના મગફળીના સેમ્પલ પાસ બારદાનમાં મગફળી સમાતી નથી. આથી અધિકારીઓ મગફળી ખરીદીનો ઈન્કાર કરી રહ્યા છે. સરકાર દ્વારા એક બારદાનમાં 25 કિલોની ભરતીને બદલે 30 કિલોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ એક બારદાનમાં 30 કિલો મગફળી સમાતી નથી અને અધિકારીઓ મગફળી ખરીદીનો ઇન્કાર કરી રહ્યાં છે. આથી કિસાન સંઘે હોબાળો મચાવી ખરીદી અટકાવી હતી.ટેકાના ભાવે મગફળી ખરીદીમાં 25 કિલોની ભરતીને લઈને વિવાદ સર્જાયો હતો. હાલ 30 કિલો ભરતીનો નિર્ણય કરાયો છે પરંતુ આ વર્ષે ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. તેમજ મગફળીના દાણા જીણા હોવાથી બારદાનમાં 30 કિલો મગફળી સમાતી નથી. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ 30 કિલો ભરતીની માગણી કરવામાં આવી હતી. પરંતુ દાણાનો પુરતો વિકાસ ન થતા 30 કિલો મગફળી એક બારદાનમાં સમાતી નથી. આથી ખેડૂતો પણ પરેશાન બન્યા છે.રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા બેડી યાર્ડ દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. યાર્ડ દ્વારા 6 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી બેડી માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે.

Download Our B K News Today App



Related News