કોરોનાકાળમાં 3 સ્ક્રીન પર ફિલ્મ દર્શાવતા મલ્ટીપ્લેક્સને કરાયુ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 14:14:56
  • Views : 273
  • Modified Date : 2021-04-02 14:14:56

    સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતા, મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે. મલ્ટી પ્લેક્સ થિયેટરમાં ફિલ્મો દર્શાવવામાં આવતી હોવાની વિગતો સામે આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતુ થઈ ગયું હતું. સુરતના ઉધના ચાર રસ્તા પાસે આવેલ રિલાયન્સ મોલમાં આઈનોક્સ થિયેટરમાં દર્શકોને ફિલ્મ દર્શાવવામાં આવતી હતી. સુરત મહાનગરપાલિકાની ટીમે રિલાયન્સ મોલમાં જઈને આઈનોક્સ થિયેટરમાં તપાસ કરી. જેમાં આઈનોક્સ મલ્ટીપ્લેકસ થિયેટરની ત્રણ  સ્કીન ઉપર  ફિલ્મ પ્રદર્શીત કરવામાં આવતી હતી. આ અંગે સુરત મહાનગરપાલિકાની ટીમે, આઈનોક્સ થિયેટરના સંચાલકોને ચિમકી આપી હતી કે, હવે પછી જો સિનેમાગૃહ ચાલુ રહેશે તો સમગ્ર સિનેમાગૃહને સીલ કરી દેવાશે.

 

Download Our B K News Today App



Related News