ડીસા તાલુકાના ખરડોસણ ગામે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા આસેડા મંડળ એકત્રીકરણની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 11:04:58
  • Views : 222
  • Modified Date : 2022-01-10 11:04:58

 

ડીસા તાલુકાના ખરડોસણ ગામે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા આસેડા મંડળ એકત્રીકરણની બેઠક યોજાઇ હતી. છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તાઓ દ્વારા દેશમાં હિન્દુ સમાજના લોકો 31 થાય તેવા ઉદ્દેશ્યથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામ એ પણ આસેડા મંડળ એકત્રીકરણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આસેડા તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા દરેક લોકો એક સાથે જોડાઈ અને હિન્દુ સમાજના લોકો એક થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકર્તાઓ દ્વારા બેઠક સ્થળ પર પરેડ કરવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News