સાબરકાંઠા એલસીબી ચરસના હેરાફેરી કરનાર ગુનેગારોને પકડી પાડવામાં સફળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 17:36:40
  • Views : 478
  • Modified Date : 2020-06-08 17:36:40

પ્રાંતિજ પોલીસ સ્‍ટેશન પાર્ટ-બી એફ.આઇ.આર.નં.૧૧૨૦૯૦૪૧૨૦૦ ૧૧૮/૨૦૨૦ એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ કલમ ૮(સી),૨૧(સી),૨૨(સી),૨૯ મુજબના ગુન્‍હાના કામે ગઇ તા.૧૭/૦૩/૨૦૨૦ ના રોજ મોજે પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી  હિંમતનગર જતા ને.હા. રોડ નં. ૮ ઉપર, ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ્ટ્રેશન નંબર-GJ 09 CK 5500 ઉપર માદક પદાર્થ ચરસના પેકેટ નંગ ૧૬ના મળી કુલ જથ્‍થો ૮.૧૨૫ કિ.ગ્રા. કિ. રૂ ૧૨,૧૮,૭૧૫ નો હેરાફેરી કરી લઇ જતા પોલીસ પ્રેટ્રોલીંગ દરમ્યાન પકડાઇ ગયેલ જે બાબતે આગળની તપાસ પો.સ.ઇ શ્રી બી.યુ.મુરીમા નાઓએ સોપતા તેઓએ પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સાહેબ નાઓના માર્ગદર્શન અને શ્રી વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓની સુચના મુજબ ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરી આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રીના રીમાન્ડ પીરીયડ દરમ્યાન તેની પુછપરછ કરી  તેની પાસેથી કબ્જે કરવામા આવેલ ઉપરોક્ત ચરસનો જથ્થો તેને અનિલકુમાર બળદેવભાઇ  જાંગડા રહે. ગામ સીલાનીકેશો તા. જી.જજ્જર હરીયાણા  નવિન જયપાલસિંહ ધનખડ રહે. કલોઇ તા.જી. જજ્જર  હરીયાણા નાઓ સફેદ કલરની આઇટ્વેન્ટી ગાડી નંબર એચ.આર.૮૯.૦૯૪૧ મા આપી ગયેલ હોવાની હકીકત શોધી કાઢી   આરોપી (૧) અનિલકુમાર સન/ઓફ બળદેવભાઇ  જાતે. જાંગડા ઉ.વ. ૪૩  રહે. ગામ સીલાનીકેશો તા. જી.જજ્જર હરીયાણા  તથા (૨) નવિન સન/ઓફ જયપાલસિંહ જાતે. ધનખડ (જાટ) ઉ.વ. ૩૪ રહે. કલોઇ તા. જી. ઝજ્જર  હરીયાણા  નાઓને  તા.૦૩/૦૬/૨૦૨૦ ના ના કલાક ૨૧/૦૦ વાગ્યે મોજે હરીયાણા રાજ્યના ઝજ્જર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન મુકામે અટક કરી અત્રે લાવી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે મોકલી આપતા આરોપીઓને આઇસોલેશન વોર્ડમા દાખલ કરી કોરોના ટેસ્ટ કરાવવામા આવેલ જે ઉપરોક્ત આરોપીઓના રીપોર્ટ નેગેટીવ આવતા સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતાં બન્ને આરોપીઓને નામદાર  કોર્ટમાં  રજુ  કરી તા. ૦૯/૦૬/૨૦૨૦ ના  ક. ૧૧/૦૦ વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવેલ છે. આમ કોરોના માહામારી વચ્ચે કોરોના વાયરસના સંક્રમણની આફત વચ્ચે પો.સ.ઇ. શ્રી બી.યુ.મુરીમા નાઓ તથા એ.એસ.આઇ સંજયભાઇ, પો.કો. પ્રહર્ષકુમાર, પો.કો. ચંન્દ્રસિંહ, પો.કો. કાળાજી વિગેરે એલ.સી.બી.ની ટીમ સાથે હરીયાણા રાજ્યના ઝજ્જર જીલ્લા માથી નાર્કોટીક્સના ગંભીર ગુન્હાના ઓરોપીઓને પકડી આગળની તપાસ કરી રહેલ છે.

Download Our B K News Today App



Related News