રિવર્સમાં આવતી કાર નીચે આવી ગયા બાદ પણ બાળક હેમખેમ બહાર નીકળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 17:44:24
  • Views : 753
  • Modified Date : 2019-08-22 17:44:24

સુરતના વરાછા વિસ્તારમાં બાળકનો અદભુત બચાવ થતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રામ રાખે તેને કોણ ચાખેની કહેવત જેમ કાર નીચે આવેલા બાળકનો અદભુત બચાવ થયો છે.બાળક છત્રી સાથે રમતા-રમતા રસ્તા વચ્ચે બેસી જાય છે. તે સમયે કારચાલકને બાળક દેખાયો નહીં અને બાળક પરથી કાર પસાર થઇ જાય છે. જો કે સદનસીબે બાળકનો અદભુત બચાવ થયો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડિયો સુરતના નાના વરાછામાં આવેલી હરેકૃષ્ણ સોસાયટી છે. મળતી માહિતી મુજબ ગત 19મીના રોજ સવારે બાળક વરસતા વરસાદમાં છત્રી લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો અને માતા બેગ લઈને પાછળ આવી રહી હતી. જે એક કાર રિવર્સ લેતાં કાર ચાલકનું ધ્યાન ન રહેતાં બાળક કારની નીચે આવી ગયો હતો. જો કે બાળકનો અદભુત બચાવ થયો છે.

Download Our B K News Today App



Related News