રાષ્ટ્રીય સમાચાર
Recent News of રાષ્ટ્રીય સમાચાર
પટણામાં PM મોદીનો હુંકાર....
લોકસભા ચૂટંણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણાના પાલીગંજ પહોંચ્યાં. પટણાના પાલીગંજમાં પીએમ મોદીએ પટણા સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તથા જહાનાબાદ લોકસભા બેઠકથી જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી.
મણિશંકર ઐય્યરે મીડિયાકર્મીને મારી દીધો ધક્કો...
ઐય્યરે કહ્યું કે દેશની જનતા કોઇપણ ભોગે 23 મે એ મોદીને સત્તામાં હટાવી દેશે. અત્યાર સુધીના સૌથી ઉટપટાંગ નિવેદનો આપનારા વડાપ્રધાનની આ ખાસ વિદાય હશે
વ્યક્તિના પેટમાંથી નિકળી 116 ખીલી
ડોક્ટરોએ જણાવ્યું કે, દર્દી ભોલા શંકર(42) માનસિક રીતે બીમાર વ્યક્તિ છે, પરંતુ તેના પેટમાં છરા, તારના ગુંચડા અને ખીલી કેવી રીતે પહોંચી ગયા તેના અંગે કોઈ માહિતી નથી
હેલમેટ વિના નહી મળે પેટ્રોલ....
રોડ અકસ્માત પર લગામ કસવાના હેતુથી ઉત્તર પ્રદેશના નોઇડા તથા ગ્રેટર નોઇડા વહિવટીતંત્રએ ટ્રાફિકના નિયમોમાં કડકાઇ કરી છે. સ્થાનિક વહિવટી તંત્રએ હેલમેટ વિનાના દ્વિચક્રી વાહનોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે.
કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન હંગામો....
રોડ શો દરમિયાન એક કોલેજની હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તે બિલ્ડિંગને ઘેરી અને જવાબી હુમલો પણ કર્યો. ઉપરાંત કોલેજની બહાર પડેલા વાહનોને આગ પણ લગાવી હતી.
પાકિસ્તાન ફફડી ઉઠશે, ભારત સરહદે તૈનાત કરશે...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. જો કે, સમય સાથે ભલે તણાવ ઓછો થયો હોય, પણ ભારતને હજુ પણ પાકિસ્તાન પર ભરોસો નથી.
ખુશખબરી: 2020માં ભારતીય અર્થવ્યવસ્થા આકાશને આંબશે.
ભારતીય અર્થવ્યવસ્થા હાલના નાણાકીય વર્ષમાં સાત ટકાના દરથી વૃદ્ધિ કરશે. તેના પર બેંકરપ્સી કાનૂનો, જીએસટી, બનાવટી કંપનીઓ પર કાર્યવાહી અને ગત પાંચ વર્ષોમાં અપનાવવામાં આવેલા રાજકોષીય વિવેક જેવા મજબૂત માળખાકીય સુધારાની અસર થશે.
ભારતીય સેનાનો ડ્રેસ બદલવાનો સરકારની વિચારણા....
ભારતમાં જે પ્રમાણે ઋતુઓમાં પરિવર્તન આવતું હોય છે તેને ધ્યાનમાં રાખીને જુદા-જુદા વિસ્તારોની જુદી-જુદી ઋતુ પ્રમાણે ડ્રેસ તૈયાર કરવા વિચારી રહી છે સેના
મણિશંકર અય્યરના ફરીથી વિવાદિત બોલ.....
કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ફરીથી ચર્ચામાં છે. તેમણે 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'નીચ' કહીને સંબોધ્યા હતા. હવે પોતાની એ ટિપ્પણીને તેમણે યોગ્ય ઠેરવી છે.
દેશને બિન કોંગી, બિન ભાજપ પીએમ મળી જશે : અખિલેશ
લખનૌ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ તાકાત પૂર્વીય ઉત્તરપ્રદેશ ઉપર કેન્દ્રિત કરી દેવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પૂર્વીય ઉત્તરપ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે.
નામદારોનું મિશન માત્ર મોદીને પરાજિત કરવા માટેનું છે :મોદી
જે લોકો પોતે જામીન ઉપર છે તે લોકો ચોકીદારને ગાળો આપવા નવી ગાળો શોધી રહ્યા છે :ઘણા સમૃદ્ધ દેશ પણ મફત ઇલાજની સુવિધા ન આપી શક્યા
પ્રથમ આતંકવાદી હિંદુ હતો....,
અભિનેતાથી નેતા બનેલા કમલ હાસને એક વિવાદાસ્પદ નિવેદન આપતા એક નવાં વિવાદને જન્મ આપી દીધો છે. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરતા કમલ હાસને કહ્યું કે, આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિંદુ હતો.
ડીઝલ કારો થઇ શકે છે મોંઘી....
આગામી દિવસોમાં મુસાફર વાહનોમાં ડીઝલ કાર-SUVનું વેચાણ ઘટી શકે છે, પરંતુ મલ્ટી યૂટિલિટી અને સ્પોર્ટ્સ યૂટિલિટી વાહનો (SUV) માટે અત્યારે ડીઝલની માંગ જળવાઇ રહેશે. ઉદ્યોગ જગતના જાણકાર જણાવે છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ભાવમાં અંતર BS-6 માપદંડ લાગૂ થયા બાદ નાની કારો અને કંપેક્ટ યૂટિલિટી સેગમેંટમાં વધુ જોવા મળશે.
મમતાનું ફરી અલગ વલણ, કહ્યું- પરિણામ પહેલા બેઠકથી શું ......
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં અત્યાર સુધી છ તબક્કામાં મતદાન થઇ ગયું છે. દરેક રાજકીય પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે. ભાજપને જ્યાં દેશમાં પીએમ મોદીની સત્તામાં વાપસીની આશા છે.
આ કંપની 2020 સુધી રસ્તા પર ઉતારશે 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ
એપ દ્વારા ટેક્સી સર્વિસ પુરી પાડનાર ઓલાનું મનાવું છે કે વિજળીથી ચાલનાર ફોર વ્હીલર વાહનો આગામી સમયમાં મોટાપાયે બજારમાં ઉતારશે. એટલા માટે વિજળીથી ચાલનાર દ્વિચક્રી તથા ત્રણ પૈડાવાળા વાહનો પર વધુ ભાર મુકી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની યોજના માર્ચ 2020 સુધી ભારતના રસ્તા પર દસ હજાર ઇ-વાહનો (દ્વીચક્રી-ત્રણ પૈડાવાળા) ઉતારવાની છે.
PM મોદીએ કહ્યું- ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ
લોકસભા અધ્યક્ષના રૂપમાં સુમિત્રા મહાજનને કુશળ સદન સંચાલનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રમૂજી અંદાજમાં કહ્યું કે, ભાજપમાં માત્ર મહાજન જ છે જે મને ખખડાવી શકે છે.
ગેંગ રેપ પ્રશ્ને કાર્યવાહી નહીં થાય તો યોગ્ય નિર્ણય : માયા
ઉના કાંડ અને રોહિત વેમુલા મામલામાં મોદી પર વળતા પ્રહાર ઃ કોંગ્રેસને લઈ યોજના તૈયાર ઃ માયાવતીનો સંકેત
RBIની અનોખી પહેલ.....
દેશમાં હાલમાં ઓછામાં ઓછા 80 લાખ લોકો એવા છે જે ઓછું જોઈ શકે છે અથવા તો નેત્રહીન છે. આ તમામ લોકોને RBIના આ પગલાથી ફાયદો થશે.
એર ઇન્ડિયાએ આપ્યા રાહતના સમાચાર.........
સાર્વજનિક ક્ષેત્રની એરલાઇન્સ એર ઇન્ડિયા(Air India)એ નિર્ણય લીધો છે કે ફ્લાઇટ ટેક ઓફ થવાના ત્રણ કલાક પહેલાં એની ટિકિટ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


