આંતરરાષ્ટ્રીય સમાચાર
Recent News of આંતરરાષ્ટ્રીય સમાચાર
ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા બ્રિટનના PM થેરેસા
સાંસદોને પોતાની બ્રેક્ઝિટ ડીલના પક્ષમાં સહમત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ બ્રિટનની વડાપ્રધા થેરેસા મેએ શુક્રવારે ભાવુક થઇ અચાનક રાજીનામું આપી દીધું. તે 7 જુને કંઝર્વેટિવ નેતાનું પદ છોડી દેશે.
PM મોદીની જીત બાદ પાકનું વલણ બદલાઈ ગયું
નરેન્દ્ર મોદી ફરીથી સત્તા પર આવતા પાકિસ્તાને પોતાનું વલણ બદલી દીધુ હોય તેમ લાગે છે. નવા ઘટનાક્રમમાં પાકિસ્તાને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માટે પોતાના એરસ્પેસ ખુલ્લા મૂકી દીધા છે.
PM મોદીની જીત પર આ શક્તિશાળી દેશના વડાપ્રધાન ઉછળી પડ્યાં...
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં. ભાજપ બીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવામાં સફળ થઈ છે. નેતન્યાહૂએ પોતાની મહાન મિત્રતા અને સંબંધોને મજબુત કરવાના સોગંધ ખાધા.
પાકિસ્તાનની જનતા નારાજ કારણ કે....
ભારતનાં તમામ લોકો 23 મેંની રાહ જોઈને બેઠા છે એ વાત તો ઠીક. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન પણ લોકસભા ચૂંટણીની રાહ જોઈને બેઠું છે. કારણ કે પાકિસ્તાનનાં ઘણા લોકોના સગા વહાલા ભારતમાં છે.
OLYMPIC 2020: જાપાન ઈ વેસ્ટમાંથી મેડલ બનાવશે.
આવતા વર્ષે ૨૪ જુલાઇથી ૯ ઓગસ્ટ દરમિયાન ટોકિયો સમર ઓલિમ્પિક્સની યજમાની કરશે. જાપાનને વિશ્વમાં ટેક્નોલોજીનું ગઢ શા માટે ગણવામાં આવે છે તેનો પુરાવો ટોકિયો ઓલિમ્પિક્સમાં જોવા મળશે. ટોકિયો ઓલિમ્પિક્સમાં સફળ એથ્લિટ્સને જે મેડલ આપવામાં આવશે તેમાં વિશિષ્ટતા હશે.
LED લાઇટથી બગડી શકે છે તમારી આંખો...
ફ્રાન્સની સરકારી સ્વાસ્થ્ય નિગરાની સંસ્થાએ આ અઠવાડિયામાં કહ્યું કે, એલઇડી લાઇટના ‘વાદળી પ્રકાશ’થી આંખોના રેટિનાને નુકશાન થઇ શકે છે અને કુદરતી રીતે ઊંઘવાની પ્રક્રિયામાં જોખમ ઉભુ થઇ શકે છે
વિશ્વમાં એકઝિટ પોલની શરુઆત........
સમાજશાસ્ત્રી માર્સેલ વોન ડેમે મતદાન પછી લોકોનો મત જાણ્યો હતો..કોઇ એક પક્ષને સંપૂર્ણ બહુમતી નહી મળે એવું તારણ સાચું પડયું હતું
સર્વનાશ!! ઈરાની અધિકારીએ ડોનાલ્ડ ટ્રંપને કહ્યું કંઇક આવું...
ઈરાન અને અમેરિકાની વચ્ચે ઘર્ષણ ભર્યા હાલાત સતત બની રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાનમાં સર્વનાશ કરવાની વાત કરી તો તેના જવાબમાં ઈરાનના એક અધિકારીએ ટ્રમ્પ માટે ખુબ જ કડવા શબ્દનો પ્રયોગ કર્યો છે.
ગરીબીમાં લોટ ભેનો કહેવત પ્રમાણે પાકિસ્તાનની હાલત..
'દુષ્કાળમાં અધિકમાસ' અથવા તો 'ખોદ્યો પહાડ નિકળ્યો ઉંદર' આવી જ સ્થિતિ હાલ પાકિસ્તાનની થઇ છે. એક તો પહેલાથી જ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે.
ચીનમાં ઓક્યૂપેશનલ ડિસીઝના 2.5 કરોડથી વધુ પીડિત
ચીનના પ્રોડક્ટ્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઘણા પ્રખ્યાત છે. પછી ભલે તે ટેક્નોલોજીનો સામાન હોય કે ઘર વપરાશના ચીનમાં બનાવવામાં દરેક વસ્તુ સમગ્ર દુનિયામાં નિકાસ કરવામાં આવે છે.
વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર
SKAના સાયન્સ ડાટા પ્રોસેસર (SDP) કન્સોર્ટિયમે પોતાનું એન્જિનિયરિંગ કામ પૂરું કરી લીધું છે
ટ્રમ્પે કહ્યું- અમારી સાથે યુદ્ધ કરવું ભારે પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પે ઇરાનને મોટો પડકાર આપત કહ્યું છે ક, જો અમેરિકાના હિતો પર હુમલો કર્યો છે તો તેને ‘નષ્ટ’ કરવામાં આવશે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી ઈરાનને ચેતવણી આપી છે અને કહ્યું કે, જો ઈરાન યુદ્ધ કરવા ઇચ્છે છે, તો તે ઈરાનનો સત્તાવાર અંત હશે.
બિલાડીનું મોત, 700 કરોડની સંપત્તીની માલિક
વિશ્વની એક ખુબ જ પ્રખ્યાત બિલાડીનું મોત નિપજ્યું હતું, ગ્રમ્પી નામની બિલાડી સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રખ્યાત હતી
બ્રિટનમાં ક્રૃપાણ રાખી શકશે શીખ.
બ્રિટનમાં ચાકુથી હુમલાના વધતા અપરાધને પહોંચી વળવા માટે લાવવામાં આવેલા એક નવા બિલને સંસદમાંથી મંજુરી બાદ આ અઠવાડીયે તેના પર મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પણ લીલી ઝંડી મળી ચુકી છે.
41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા
હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલીયાની નજીક આવેલા ટાપુના કિનારા પર પ્લાસ્ટિકનો જે કચરો જમા થયો છે, તેમાં 10 લાખ જુતા અને 3.75 લાખના ટૂથબ્રશ સહિત લગભગ 41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે.
પાકિસ્તાન બન્યું ભિખારી
પાકિસ્તાનમાં રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. બીજી તરફ કરાંચી શેરબજારમાં 800થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનમાં હાઇએલર્ટઃ એક જ વિસ્તારમાં 400થી વધારે બાળકો HIV પોઝિટીવ
દક્ષિણી પાકિસ્તાનના એક ગામમાં એક ડોક્ટરે પ્રદૂષિત સિરિંજનો ઉપયોગ કરતા અનેક બાળકોને એચઆઇવી ગ્રસ્ત થયા છે.
આતંકવાદ મુદ્દે ભારત વાત કરવા તૈયાર નથી: પાકિસ્તાન
ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ જણાવી દીધુ છે કે, આતંકવાદ અને વાતચીત બંને એક સાથે શક્ય નથી.
USAમાં ઇમિગ્રેશનના નિયમોમાં થશે ફેરફાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાનૂની નિવાસની પરવાનગીની રાહ જોઇ રહેલા હજારો ભારતીય સહિત વિદેશી પ્રોફેશનલ્સ અને કુશળ કર્મચારીને લાભ થશે.


