વિશ્વના સૌથી અમીરનો તાજ છીનવાઈ ગયો, એલન મસ્કને ટ્વિટરથી મોટો ફટકો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 17:14:53
  • Views : 193
  • Modified Date : 2022-12-15 17:14:53

ટેસ્લા, સ્પેસએસ્ક અને ટ્વિટરના માલિક એલન મસ્કે દુનિયાના સૌથી અમીર હોવાનો તાજ ગુમાવી દીધો છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇંડેકસ અનુસાર બર્નાર્ડ અરનોલ્ટએ તેમની જગ્યા લઈ લીધી છે. તે હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગઈ છે. ટ્વિટરના અધિગ્રહણ બાદ મસ્કને મોટો આંચકો લાગ્યો છે.

અરનોલ્ટ ફેશનની દિગ્ગજ કંપની એલવીએમએચના મુખ્ય છે. 51 વર્ષના એલન મસ્કની સંપતિમાં આ વર્ષે અત્યાર સુધી લગભગ 100 અરબ ડોલરનો ઘટાડો આવ્યો છે. તેમની કુલ સંપતિ 168.5 અરબ ડોલરની રહી છે, જ્યારે 73 વર્ષીય અરનોલ્ટની સંપતિની રકમ સોમવાર સવારે 172.9 અરબ ડોલર હતી. અરનોલ્ટની સંપતિમાં 48 ટકા યોગદાન એલવીએમએચનો છે. ફોબર્સ અનુસાર લગભગ 70 ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સ સમૂહના માલિક છે.

એલન મસ્ક માટે આર્થિક દ્રષ્ટિથી આ વર્ષ ખરાબ રહ્યું છે. તેમની સંપતિના મૂલ્યમાં ભારે ઘટાડો આવ્યો છે. તાજેતરમાં તેમને 44 અરબ ડોલર વિશ્વની અગ્રણી માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરનું અધિગ્રહણ કર્યું છે. જે બાદ તેમની કંપનીઓના શેર મૂલ્યોમાં ઘટાડાથી તેમને આર્થિક ઝટકો લાગ્યો છે. તેમની મુખ્ય કંપની ટેસ્લાના શેરમાં આ વર્ષે 50 ટકાનો ઘટાડો આવી ગયો છે.

મસ્કે ટ્વિટર અધિગ્રહણથી પાછળ હટવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ કોર્ટની ટકોરના કારણે તેમણે તેને ખરીદવું જ પડ્યું. ટ્વિટર અધિગ્રહણ માટે તેમને ટેસ્લાના 15 અરબ ડોલરથી વધારે શેર વેચવા પડ્યા. જ્યારે મસ્કે ઓક્ટોબરમાં ટ્વિટર અધિગ્રહણને અંતિમ રૂપ આપ્યું તો બ્લૂમબર્ગ વેલ્થ ઇંડેક્સે તેમની સંપતિ રકમમાં 10 અરબ ડોલરનો ઘટાડો કરી દીધો. ટ્વિટરના અધિગ્રહણ પછી મસ્ક તેમાં વ્યાપક ફેરફાર કરી રહ્યા છે. છટણી અને નીતિગત ફેરફાર જેવા પગલાં પણ ઉઠાવાયા છે, પરંતુ તેની સાથે જ વિવાદ પણ ઉઠતાં રહ્યા છે.

તેમજ મસ્કથી દુનિયાના સૌથી અમીર હોવાનો તાજ લેનાર બર્નાર્ડ અરનોલ્ટની અગ્રણી કંપની ફ્રાંસની એલવીએમએચ ફેશન, વાઇન અને રિટેલ ક્ષેત્રમાં નફો કમાય રહ્યા છે. કંપનીના ક્રિશ્ચિયન ડાયર, ફેંડી, જૌહરી ગુલગારી અને ટિફની અને કંપની સિવાય શેંપન હાઉસ જેવા બ્રાંડ તેમની સંપતિમાં વધારો કરી રહી છે

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 206

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 200

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 241