વિશ્વના ઘણા ભાગોમાં ટ્વિટર થયું ડાઉન : મસ્કે ટ્વિટર ખરીદ્યાના 7 દિવસ બાદ સર્વિસ ડાઉન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-04 10:58:49
  • Views : 252
  • Modified Date : 2022-11-04 10:58:49

    સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર ડાઉન હોવાના અહેવાલ છે. સમગ્ર દેશમાં ઘણી જગ્યાએ યુઝર્સ લોગીન કરી શકતા નથી. ડાઉન ડિટેક્ટર અનુસાર ટ્વિટર લોગિન સમસ્યા શુક્રવારે સવારે 7.30 વાગ્યે શરૂ થઈ. અત્યાર સુધી ટ્વિટરે ડાઉનને લઈને કોઈ નિવેદન જારી કર્યું નથી. 27 ઓક્ટોબર ટેસ્લાના સ્થાપક એલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું હતુ.સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર વિશ્વના ઘણા ભાગોમાં ડાઉન થઈ ગયું છે, કેટલાક યુઝર્સને તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આજે સવારથી ઘણા યુઝર્સ તેમના ટ્વિટર એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સને Twitter પર તેમની ફીડને ઍક્સેસ કરી શકતા નથી. ફીડ પેજ પર, યુઝર્સને એક સંદેશ જોઈ રહ્યા છે જેમાં લખ્યું છે Something went wrong, but don’t fret — let’s give it another shot. જો કે, માત્ર વેબ યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એપ્લિકેશન યુઝર્સ માટે બધુ બરાબર છે. જો કે કેટલાક યુઝર્સ માટે બરાબર કામ કરી રહ્યું છે, જ્યારે કેટલાક યુઝર્સ લોગીન કરવામાં મુશ્કેલી પડી રહી છે.DownDetector અનુસાર, ટ્વિટર આઉટેજ લગભગ 3 વાગ્યાની આસપાસ શરૂ થયું અને સવારે 7 વાગ્યાની આસપાસ તેમાં મોટો વધારો જોવા મળ્યો હતો. ડાઉન ડિટેક્ટર નકશો તે વિસ્તારો દર્શાવે છે જ્યાં ચોક્કસ સાઇટ ડાઉન હોય છે. DownDetector મુજબ, ભારતના બહુ ઓછા ભાગોમાં ટ્વિટર ડાઉન થવાથી અસર થઈ હતી.આ સિવાય તાજેતરમાં જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપની સેવાઓ પણ અટકી ગઈ હતી. તે સમયે લગભગ બે કલાક સુધી વોટ્સએપ ડાઉન રહ્યું હતું.જેના કારણે યુઝર્સને ચેટ્સ અને ગ્રુપ ચેટમાં મેસેજ મોકલવાથી લઈને સ્ટેટસ અપલોડ કરવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.ટિ્વટરના નવા બોસ ઈલોન મસ્કે આવતાની સાથે જ કેટલાક આંચકા આપવાનું શરૂ કરી દીધું છે. પહેલાં CEO પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ અને લીગલ પોલિસી, ટ્રસ્ટ અને સેફ્ટીના વડા વિજયા ગડ્ડેની હકાલપટ્ટી બાદ ટિ્વટર તેના અડધા કર્મચારીઓની છટણી કરી શકે છે.મસ્કે ખર્ચ ઘટાડવા ટિ્વટર ઇન્કમાં લગભગ 3,700 કર્મચારી ઘટાડવાની યોજના તૈયાર કરી છે. મસ્કે આ માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે અને શુક્રવારે આ અંગે આદેશ જારી કરી શકે છે. જોકે, અત્યાર સુધી આ છટણી અંગે ટિ્વટર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી

 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 197

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239