10 મહિનામાં સૌથી નીચું સ્તર રહ્યું છે : ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણોમાં ઘટાડો

  • Published By :
  • Published Date : 2022-09-10 11:49:00
  • Views : 235
  • Modified Date : 2022-09-10 11:49:00

    વૈશ્વિક સ્તરે ફુગાવાનું પ્રેશર,જેના કારણે રોકાણકારો દ્વારા રોકાણ ધીમું પડ્યું છે. ઇક્વિટી માર્કેટમાં બે તરફી રેન્જ જોવા મળી રહી છે અને આગળ જતા સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધુ વધારશે તેવા સંકેતોથી માર્કેટમાં વધુ ઘટાડો આવી શકે જેના કારણે રોકાણ ઘટી રહ્યું છે. વોલેટાલિટીના માહોલ વચ્ચે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ ઓગસ્ટમાં રૂ.6120 કરોડનું રોકાણ આવ્યું હતું પરંતુ આ રોકાણ પ્રવાહ છેલ્લા 10મહિનામાં સૌથી નીચું સ્તર રહ્યું છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પ્રવાહનો આ સતત 18 મો મહિનો પોઝિટીવ રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી રોકાણની ગતિ ઘટી રહી છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ અનુસાર ઓગસ્ટમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ઘટ્યો છે. જુલાઈમાં રૂ. 8898 કરોડ, જૂનમાં રૂ. 15495 કરોડ, મેમાં રૂ. 18529 કરોડ અને એપ્રિલમાં રૂ. 15980 કરોડની સરખામણીમાં ઘણો ઓછો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં ઓક્ટોબર 2021 પછી રોકાણનું સૌથી નીચું સ્તર જોવા મળ્યું હતું, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 5215 કરોડ આકર્ષ્યા હતા. ઇક્વિટી સ્કીમ્સમાં માર્ચ 2021 થી ચોખ્ખો ઇનફ્લો જોવા મળી રહ્યો છે.

   આ સ્કીમ્સમાં જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીના આઠ મહિનાના સમયગાળામાં આઉટફ્લો જોવા મળ્યો હતો જેમાં રોકાણકારોએ સરેરાશ રૂ.46791 કરોડનું ફંડ્સ પરત ખેંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવાની ચિંતા સતત વધી રહી હોવાથી બજારો અસ્થિર બની રહ્યા છે. ઇક્વિટી ઉપરાંત ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ગયા મહિને રૂ.49164 કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો.

હાઇબ્રિડ - ગોલ્ડ ETFમાં રોકાણ પરત ખેંચાયું
    હાઇબ્રિડ સ્કીમ્સમાં રૂ. 6601 કરોડનું રોકાણ પર ખેંચાયું હોવાનું જોવા મળ્યું હતું અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સએ રૂ.38 કરોડનો ચોખ્ખો આઉટફ્લો અનુભવ્યો હતો. સરેરાશ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝે ઓગસ્ટમાં રૂ. 65077 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાવ્યો હતો જે જુલાઈમાં રૂ.23605 કરોડ હતો. ઓગસ્ટના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની AUM 39.34 લાખ કરોડ પહોંચી છે જે જુલાઈના અંતે 37.75 લાખ કરોડ હતી.



Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 198

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239