ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી, સેન્સેક્સ 62900 ને પાર પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-05 16:25:14
  • Views : 156
  • Modified Date : 2023-06-05 16:25:14

મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારના સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી સ્થિતિમાં થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા છે. ટ્રેડિંગની શરૂઆત સમયે સેન્સેક્સ 0.3 ટકા જયારે નિફટી 0.4 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. આજે સેન્સેક્સ 62,759.19 ઉપર ખુલ્યો હતો મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારના સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી સ્થિતિમાં થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા છે. ટ્રેડિંગની શરૂઆત સમયે સેન્સેક્સ 0.3 ટકા જયારે નિફટી 0.4 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. આજે સેન્સેક્સ 62,759.19 ઉપર ખુલ્યો હતો જે 212.08 અંક અથવા 0.34% ની તેજી નોંધાવી રહ્યો હતો. શુક્રવારે ઇન્ડેક્સ 62,547.11 ઉપર બંધ થયો હતો, નિફટીની વાત કરીએતો આજે 77.90 પોઇન્ટ મુજબ 0.42% તેજી સાથે  18,612.00 ની સપાટીએ કારોબારનો પ્રારંભ કર્યો હતો. આ અગાઉ છેલ્લા સત્રમાં નિફટી 18,534.10 ઉપર બંધ થયો હતો.એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ દોઢ ટકા ચઢ્યો છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી પણ લગભગ અડધા ટકાની સ્પીડ સાથે કારોબાર કરી રહ્યો છે. શુક્રવારે અમેરિકન બજારો પણ લીલા નિશાનમાં બંધ થયા છે. અગાઉ 2 જૂને BSE સેન્સેક્સ 118 પોઈન્ટ વધીને 62,547 પર બંધ થયો હતો.આ સપ્તાહ ઘટનાઓથી ભરેલું રહેશે. MPCની બેઠકનું પરિણામ 8 જૂને આવશે. તે પહેલાં આજે 5 જૂને, S&P ગ્લોબલ સર્વિસિસના સર્વિસ સેક્ટર પર PMI ડેટા આવશે.સ્થાનિક વલણો વૈશ્વિક કરતાં વધુ મજબૂત છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના વૃદ્ધિ દરના આંકડા અપેક્ષા કરતા સારા રહ્યા છે. આ સિવાય કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો પણ સ્થાનિક બજારની મજબૂતી દર્શાવે છે. આ સપ્તાહના કારોબારની શરૂઆત સારી થઈ છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226