ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 1000 અંક ઉછળ્યો Nifty 17300 ને પાર પહોંચ્યો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-14 12:27:27
  • Views : 735
  • Modified Date : 2022-10-14 12:27:27

    સેન્સેક્સ 1000 અંક કરતા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે જયારે નિફ્ટી 17331 સુધી ઉપલા સ્તરે જોવામળ્યો છે. ગુરુવારે અમેરિકી બજારો ઉછળ્યા હતા.ડાઓ જોન્સ 827 પોઈન્ટ વધીને 30,039 પર બંધ થયો હતો. (Share Market)ની જબરદસ્ત શરૂઆત થઇ છે. સેન્સેક્સ 1000 અંક કરતા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે જયારે નિફ્ટી 17331 સુધી ઉપલા સ્તરે જોવામળ્યો છે. ગુરુવારે અમેરિકી બજારો ઉછળ્યા હતા.ડાઓ જોન્સ 827 પોઈન્ટ વધીને 30,039 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેક 232 પોઈન્ટના વધારા સાથે 10649 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 પણ 2.6% વધ્યો. SGX નિફ્ટી 250 પોઈન્ટના ઉછાળા સાથે 17200ની ઉપર હતો. આ બજારોના ઉછાળાની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી હતી.ગુરુવાર ઘટાડા બાદ સેન્સેક્સ 57,235.33 ઉપર બંધ થયો હતો જે આજે સારી સ્થિતિમાં 58,162.74 ના સ્તરે ખુલ્યો હતો. પ્રારંભિક કારોબારમાં  ઇન્ડેક્સ 58,322.47 સુધી ઉપલા જયારે 58,162.74 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.  નિફટીની વાત કરીએતો કારોબારનો પ્રારંભ 17,322.30 ની સપાટીએ થયો હતો. ઇન્ડેક્સ 7,331.65 ની ઉપલી અને 17,293.45ની નીચી સપાટીએ દેખાયો હતો. ગરૂવારે નિફટી 17,014.35 ઉપર બંધ થયો હતો.આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈન્ફોસિસે(Infosys) તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો નફો 11 ટકા વધ્યો છે. તે જ સમયે આવકમાં 23 ટકાથી વધુનો વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીની કમાણી અને નફાના આંકડા બજારના અંદાજ કરતાં સારા રહ્યા છે. આ સાથે બોર્ડે રૂ. 9,300 કરોડના બાયબેકની જાહેરાત કરી છે જ્યારે પ્રતિ શેર રૂ. 16.5નું ડિવિડન્ડ પણ રોકાણકારોને વહેંચવામાં આવ્યું છે. સવારે 9.32 વાગે શેર 55.75 રૂપિયા અથવા  ના વધારા સાથે  1,475.65  ઉપર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો.ગુરુવારે વીકલી એક્સપાયરીનાં દિવસે ભારતીય શેરબજારોમાં લાલ રંગ જોવા મળ્યો હતો. બંને બેન્ચમાર્ક સૂચકાંકો  ઘટ્યા હતા. બજારમાં રોકાણકારોના ડરનું એક મુખ્ય કારણ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટામાં વધારો હતો. સીપીઆઈના ડેટા મુજબ ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો વધુ રહ્યો છે. આ સિવાય અમેરિકાથી આવતા ફુગાવાના ડેટાના અનુમાન, ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી અને વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ પણ રોકાણકારોને ડરાવી રહ્યો છે.

 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 169

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 155

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 207