ITCનો શેર તેના 5 વર્ષના હાઇ પર પહોંચી ગયો

  • Published By :
  • Published Date : 2022-09-09 16:49:19
  • Views : 228
  • Modified Date : 2022-09-09 16:49:19

તમાકુ, FMCG, પેપરથી લઈને હોટેલ સુધીના સેક્ટરમાં કામ કરતી કંપની ITCનો શેર તાજેતરમાં જોરદાર દેખાવ કરી રહ્યો છે. આ શેર આજે પાંચ વર્ષની ટોચ રૂ. 329.60 પર પહોંચી ગયો છે. ત્યારે રોકાણકારોએ ભવિષ્યની ચાલ વિશે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ITCની ઓલ ટાઈમ હાઈ સપાટી રૂ. 367 છે અને ત્યાંથી આ શેર માત્ર 10 ટકા દૂર છે. એક્સપર્ટ્સ કહે છે કે ITCનો શેરે મલ્ટિ-યર બ્રેકઆઉટ આપ્યો છે અને હવે તે ડેઈલી, વીકલી અને મંથલી ચાર્ટ પર મજબૂત જણાય છે. ITCમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી એક અપટ્રેન્ડ શરૂ થયો હતો અને હજુ પણ ચાલે છે. ITCએ જુલાઈ 2017માં NSE પર 367.70 પ્રતિ શેરની લાઈફ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. આજે પણ શેર અપસાઈડમાં ખુલ્યો હતો અને બાવન સપ્તાહની હાઈ સપાટીની નજીક પહોંચ્યો હતો. સ્ટોક માર્કેટના એક્સપર્ટ્સે જણાવ્યા પ્રમાણે ITCના શેરમાં સતત અપટ્રેન્ડ જારી છે. કંપનીના ચેરમેન સંજીવ પુરીએ જણાવ્યું છે કે ITC હોટેલ્સને ટૂંક સમયમાં દલાલ સ્ટ્રીટ પર અલગ કંપની તરીકે લિસ્ટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત આ વખતે વિવિધ પાકનું ઉત્પાદન વધશે અને કોમોડિટીના ભાવ ઘટવાની શક્યતા છે. તેના કારણે ITCના FMCG બિઝનેસની બેલેન્સ શીટને ફાયદો થશે. એક એક્સપર્ટે જણાવ્યું કે નવા નાણાકીય વર્ષની શરૂઆત થયા પછી ITCનો શેર સતત સારો દેખાવ કરી રહ્યો છે. પરંતુ તાજેતરમાં આ શેર એટલા માટે વધ્યો છે કારણ કે તેના હોટેલ બિઝનેસને અલગથી લિસ્ટિંગ કરવાની વાતો થાય છે. નજીકના ગાળામાં જ આ લિસ્ટિંગ થઈ જશે તેમ કંપનીના ચેરમેને જાહેરાત કરી છે. તેના કારણે આ સ્ટોક પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવે છે અને શેર સતત વધતો જાય છે

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226