શેર માર્કેટમાં આજે પણ કડાકો: સેન્સેક્સ પાંચ મહિનાના નીચલા સ્તર પર, આજે આટલા પોઈન્ટ ઘટ્યો, જાણો માર્કેટના હાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-14 15:58:40
  • Views : 469
  • Modified Date : 2023-03-14 15:58:40

ખરાબ વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઘટાડો આજે પણ યથાવત છે. બજાર સતત ચોથા દિવસે ઘટાડા પર બંધ થયું છે. કન્ઝ્યુમર ગુડ્સ સિવાય બીએસઈના તમામ સેક્ટરલ ઈન્ડાઈસિસ ઘટ્યા છે. આઈટી, મેટલ, બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. આઈટી ઈન્ડેક્સ સતત 5માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રિયલ્ટી, ઓટો, એનર્જી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. આજે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એમએન્ડએમ, ટીસીએસ અને બજાજ ફાઈનાન્સ નિફ્ટીમાં ટોપ લોઝર છે. જ્યારે બીપીસીએલ, ટાઇટન કંપની, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઇનર રહ્યા છે.આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. પાવર, આઇટી, પીએસયુ બેન્ક, મેટલ અને ઓટો ઇન્ડેક્સ 1-2 ટકા નીચે છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.8 ટકા ઘટીને બંધ થયો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226