સેન્સેકસ 59000 પોઇન્ટ અને નિફ્ટી 17200 પોઇન્ટની સપાટી તોડી, બેન્ક નિફ્ટી 40000ની નીચે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 16:18:37
  • Views : 493
  • Modified Date : 2023-03-13 16:18:37

વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેરબજારમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી હતી. આજે અમેરિકાના ફયુચર બજારોમાં પોઝિટિવ વલણ અને બાઉન્સબેક જોવા મળ્યું હતું, જેના લીધે પ્રારંભિક તબક્કામાં ભારતીય શેરબજાર પોઝિટિવ સાથે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સિલિકોન વેલી બેન્કની નાદારી પછી વધુ એક સિગ્નેચર બેન્કને તાળા વાગ્યા હોવાના અહેવાલના પગલે સેન્ટીમેન્ટ ખખડી ગયું હતું અને એક પછી એક સેકટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 258 પોઇન્ટ જેટલા તુટયા હતા. જ્યારે બેન્ક નિફ્ટી 40000 પોઇન્ટની સપાટીની નીચે સરકી ગયો હતો. ખાસ કરીને અમેરિકામાં નાણાંકીય ક્રન્ચ શરૂ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. સિન્ડિકેટ વેલી બેન્કના પગલે અમેરિકાની અન્ય બેન્કોની પણ નાણાંકીય તરલતા ઉપર અસર પ્રર્વતી શકે છે. અને આ સ્થિતિ ચાલુ રહેશે તો તમામ વૈશ્વિક બજારોમાં લેહમેન બ્રધર્સ જેવી સ્થિતિ ઉભી થાય તેવું દેખાઇ રહ્યું છે અને તેના પગલે ભારતીય શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

આજે શેરબજારમાં તમામ સેકટરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું. જે શરૂઆતમાં ઉછળ્યા હતા, તે તમામમાં વેચવાલી જોવા મળી હતી અને તમામ લાલ નિશાનમાં બંધ રહેતા જોવા મળ્યા હતા. ટોપ ગેઇનર્સમાં માત્ર ટેક મહિન્દ્રા જ રહ્યો હતો, જ્યારે અન્ય શેરો લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેન્સેક્સ 3.5 ટકા અને નિફ્ટી 3.38 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક નકારાત્મક સંકેતો અને અમેરિકામાં સિલિકોન વેલી બેન્ક બાદ સીગ્નેચર બેન્કમાં પણ તાળા વાગી ગયાના અહેવાલના પગલે વૈશ્વિક સાથે ભારતીય શેરબજારોમાં પણ કડાકો બોલાયો હતો. જેમાં સેન્સેક્સ 897.28 પોઇન્ટ એટલે કે 1.52 ટકા ઘટીને 59000 પોઇન્ટની સપાટી તોડીને 58237.85 પોઇન્ટના સ્તરે બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 59511 પોઇન્ટ સુધી ઉછલ્યો હતો. જ્યારે નીચામાં 58094 પોઇન્ટ સુધી ઘટયો હતો. નિફ્ટી 258.60 પોઇન્ટ એટલે કે 1.49 ટકા ઘટીને 17200 પોઇન્ટની સપાટી તોડીને 17154.30 પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 17530 પોઇન્ટ સુધી વધી હતી, જ્યારે નીચામાં 17113 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક નિફ્ટીએ 40000 પોઇન્ટની સપાટી તોડી નાંખી છે. બેન્ક નિફ્ટીએ 920.75 પોઇન્ટ એટલે કે 2.27 ટકા ઘટીને 39564.70 પોઇન્ટના સ્તરે બંધ રહ્યા હતા.

બીએસઇ ખાતે સોના બીએલડબલ્યુ પ્રીસીસન ફોર્જિંગ્સમાં 2724.38 ગણા, મહિન્દ્રા સીઆઇઇમાં 334.4 ગણા, ટેક મહિન્દ્રામાં 2.78 ગણા, ઇન્ડસઇન્ડ બેન્કમાં 2.58 ગણા અને હેટસન એગ્રોમાં 2.42 ગણા કામકાજ નોંધાયા છે. એનએસઇ ખાતે સુદર્શન કેમિકલ્સમાં 34.5 ગણા, સોના બીએલડબલ્યુ પ્રીસીસન ફોર્જિગ્સમાં 17.05 ગણા, મહિન્દ્રા સીઆઇઇમાં 8.25 ગણા, નઝારા ટેકનોમાં 7.06 ગણા અને મહિન્દ્રા લોજીસ્ટીકમાં 4.75 ગણા કામકાજ નોંધાયા છે.

લાર્જકેપ શેરોની સરખામણીએ બ્રોડર માર્કેટનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. આજે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1.82 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.08 ટકા તૂટયો હતો, જેના લીધે માર્કેટ બ્રેડથ એકદમ નબળું પડ્યું હતું. બીએસઇ ખાતે 772 શેરો વધ્યા હતા, જ્યારે 2829 શેરો ઘટયા હતા અને 156 શેરો યથાવત રહ્યા હતા. આજે એનએસઇ વીઆઇએક્સ 20.89 ટકા ઉછળીને 16.22 ટકા જોવાયો હતો.

આજે પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલીના દબાણ રહેતાં નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.87 ટકા ઘટયો હતો. જે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેસન્સમાં 6.07 ટકા ઘટયો હતો, જેમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર 5.04 ટકા, યુકો બેન્ક 4.88 ટકા, પંજાબ એન્ડ સિંધ બેન્ક 4.54 ટકા, સેન્ટ્રલ બેન્ક 3.99 ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક 3.65 ટકા, પંજાબ નેશનલ બેન્ક 3.61 ટકા, સ્ટેટ બેન્ક 3.38 ટકા, કેનેરા બેન્ક 3.32 ટકા, બેન્ક ઓફ બરોડામાં 2.38 ટકા ઘટયા હતા, તેમજ ઇન્ડિયન બેન્ક પણ ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ રહ્યા હતા.

વૈશ્વિક નકારાત્મક સંકેતોના પગલે આજે અમેરિકાના ફયુચર બજારો પોઝિટિવ ચાલ દર્શાવતા હતા, તે નેગેટિવ થઇ ગયા છે. આજે ડાઉ જોન્સમાં 135 પોઇન્ટ ઘટાડા સાથે ચાલી રહ્યા હોવાથી આજે અમેરિકાના બજારો લાલ નિશાનમાં ખુલવાના સંકેત આપી રહ્યા છે. આજે એશિયન બજારો મિશ્ર રહ્યા હતા, જ્યારે યુરોપિયન બજારોમાં નરમાઇ સાથે ચાલી રહ્યા છે. અમેરિકાની સિલિકોન વેલી બેન્ક બાદ સિગ્નેચર બેન્કને પણ તાળા વાગી ગયા હોવાથી યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને અન્ય નિયમનકારોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, સિગ્નેચર બેન્ક અને સિલિકોન વેલી બેન્કના તમામ થાપણદારોને સંપુર્ણ બનાવવામાં આવશે. અને કરદાતા દ્વારા કોઇ નુકશાન સહન કરવામાં આવશે નહિં. નાણાકીંય ક્ષેત્રમાં ચેપ લાગવાની આશંકા અને ફેબ્રુઆરીના મજબૂત રોજગાર ડેટા દર્શાવે છે કે, અર્થતંત્રણમાં અપેક્ષા કરતા વધુ નોકરીઓ ઉમેરવામાં આવી છે, જેના પગલે અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

યુરોપિયન બજારોમાં એફટીએસઇ 2.19 ટકા, કેક  2.50 ટકા અને ડેક્સ 2.59 ટકા ઘટાડા સાથે ચાલી રહ્યા છે. એશિયન બજારોમાં નીક્કી 1.12 ટકા, સ્ટ્રેઇટસ 1.44 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જ્યારે હેંગસેંગ 1.91 ટકા, તાઇવાન 0.22 ટકા, કોસ્પી 0.66 ટકા, જકાર્તા 0.32 ટકા અને શાંઘાઇ 1.18 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

સેન્સેક્સ                                                -897.28       58237.85

નિફ્ટી                          -258.60       17154.30

બેન્ક નિફ્ટી                     -920.70       39564.70

નિફ્ટી

ટોપ ગેઇનર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

ટેક મહિન્દ્રા                     6.84           1133.80

અપોલો હોસ્પિટલ               0.64           4345.00

ટોપ લુસર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

ઇન્ડસઇન્ડ બેન્ક                7.40           1060.10

એસબીઆઇ                     3.17           530.00

તાતા મોટર્સ                    3.09           422.40

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા           2.71           1193.45

આઇશર મોટર                  2.65           3033.40

સેન્સેક્સ

ટોપ ગેઇનર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

ટેક મહિન્દ્રા                     6.79           1133.15

ટોપ લુસર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

ઇન્ડસઇન્ડ બેન્ક                7.39           1060.80

એસબીઆઇ                     3.11            530.25

તાતા મોટર્સ                    2.74           423.80

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા           2.45           1196.70

બજાજ ફિનસર્વ                 2.24           1299.00

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226