કેલિફોર્નિયાની સેન્સહૉક કંપનીમાં 79.4% હિસ્સેદારી ખરીદી રિલાયન્સે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 17:22:07
  • Views : 231
  • Modified Date : 2022-09-06 17:22:58

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કેલિફોર્નિયાની સેન્સહૉક કંપનીમાં 79.4% હિસ્સેદારી મેળવી છે. સોદો 32 મિલિયન ડૉલર(અંદાજિત 255 કરોડ રૂપિયા)માં નક્કી થયો છે. રેગ્યુલેટરી એપ્રૂવલ બાદ વર્ષના અંત સુધીમાં સોદો પૂરો થવાની સંભાવના છે. 2018માં શરૂ થયેલી સેન્સહૉક સોલર એનર્જી આધારિત ઈન્ડસ્ટ્રીઝ માટે સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટૂલ બનાવે છે. કંપની ઓટોમેશનના વપરાશથી લઈ સોલર પ્રોજેક્ટની પ્લાનિંગથી લઈ પ્રોડક્શનમાં મદદ કરે છે. રિલાયન્સ જામનગરમાં સંપૂર્ણપણે સંકલિત ન્યૂ એનર્જી ઉત્પાદન ઇકોસિસ્ટમની શરૂઆત કરવા જઈ રહી છે, જેના માટે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની 4 નવી ગીગા ફેક્ટરીઓનું નિર્માણ કરી રહી છે. એકમાં ફોટોવોલ્ટેઇક પેનલ બનશે. બીજી ફેક્ટરી એનર્જી સંગ્રહ માટે છે. ત્રીજી ફેક્ટરી ગ્રીન હાઈડ્રોજન અને ફ્યુલ સેલ સિસ્ટમ માટે છે. કંપનીએ ગયા અઠવાડિયે AGMમાં પાવર ઈલેકટ્રોનિક્સ માટે એક નવી ફેક્ટરીની પણ ઘોષણા કરી હતી

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226