ઓઇલ એન્ડ ગેસ તથા બેન્ક શેરોમાં વેચવાલીએ ઘટાડોઃ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-21 16:00:31
  • Views : 490
  • Modified Date : 2023-02-21 16:00:31

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત લાલ નિશાનથી જોવા મળી હતી. એસજીએક્સ નિફ્ટી પોઝિટિવ હોવાથી આજે શેરબજારની શરૂઆત પોઝિટિવ થઇ હતી, પરંતુ તે પાંચ મીનીટ સુધી ટક્યો નહતો અને ચારેકોરથી વેચવાલીનું દબાણ રહ્યું હતું અને તેના લીધે સેન્સેક્સ-નિફ્ટી ધીમે ધીમે નીચે સરકતો જોવા મળ્યો હતો અને દિવસના નીચલા સ્તરે બંધ રહ્યો હતો.

ફેબ્રુઆરી સિરીઝનો અંતિમ સપ્તાહ હોવાથી અસ્થિરતા રહેશે, પરંતુ આજે શરૂઆત લાલ નિશાનથી થઇ છે. એવું કહેવાય છે કે, અદાણી જૂથના વિવાદ બાદ સ્ટોક એકસચેન્જોએ માર્જિનમાં ફેરફાર કરી દીધા છે, જેના લીધે બજારના વોલ્યુમને મોટી અસર થવા પામી છે. જેના લીધે વધઘટ પણ સાંકડી થતી જોવા મળી રહી છે.

આજે આઇટી અને ઓટો શેરોમાં ધીમી ખરીદી રહેતા પોઝિટિવ જોવા મળ્યા હતા, જ્યારે ઓઇલ એન્ડ ગેસ, બેન્ક અને ફાઇનાન્સીયલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું. બેન્ક અને ફાઇનાન્સીયલ શેરોમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

આમ, વૈશ્વિક મિશ્ર સંકેતો અને ખાસ કરીને ફેબ્રુઆરી સિરીઝની આજે બજાર ઉપર અસર શરૂ થઇ ગઇ હોવાનું જોવા મળ્યું હતું. જેના પરિણામે આજે શેરબજારમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ફરીથી 50 બેસીસ પોઇન્ટનો વધારો કરશે તેવા અહેવાલોની પાછળ રોકાણકારોની ચિંતામાં વધારો થયો હતો. જેની પણ વૈશ્વિક બજારો ઉપર અસર જોવા મળી હતી.

ફેબ્રુઆરી મહિનાની સિરીઝના છેલ્લા સપ્તાહમાં બેઉતરફી વધઘટે નરમાઇ જોવા મળી હતી. જેમાં આજે બીએસઇ સેન્સેક્સ 311.03 પોઇન્ટ એટલે કે 0.51 ટકા ઘટીને 60691.54 પોઇન્ટના સ્તરે બંધ રહ્યા હતા. જેના લીધે સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં 61290 પોઇન્ટ સુધી ઉછળ્યા હતા, જ્યારે નીચામાં 60607 પોઇન્ટ સુધી ઘટયા હતા. નિફ્ટી 99.60 પોઇન્ટ એટલે કે 0.56 ટકા ઘટીને 17844.60 પોઇન્ટના સ્તરે બંધ રહી હતી. જે આજે ઇન્ટ્રાડેમાં નિફઅટી 18000ની સપાટી કુદાવીને 18004 પોઇન્ટ સુધી વધી હતી, જ્યારે નીચામાં 17900ની સપાટી તોડીને 17818 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક નિફટીએ આજે 41000 પોઇન્ટની સપાટી તોડી હતી. આજે બેન્ક નિફ્ટી 430.05 પોઇન્ટ એટલે કે 1.05 ટકા ઘટીને 40701.70 પોઇન્ટના સ્તરે બંધ રહ્યા હતા.

બીએસઇ ખાતે સીપલામાં 6.63 ગણા, સીઇ ઇન્ફો સીસ્ટમમાં 2.76 ગણા, સોનાટા સોફ્ટવેરમાં 2.57 ગણા, સ્ટાર હેલ્થકેરમાં 2.51 ગણા અને સુમીટોમો કેમિકલ્સમાં 2.5 ગણા કામકાજ નોંધાયા છે. એનએસઇ ખાતે સુમીટોમો કેમિકલ્સમાં 15.92 ગણા, સોનાટા સોફ્ટવેરમાં 12.8 ગણા, હેપીએસ્ટ માઇન્ડમાં 10.18 ગણા, એચડીએફસી એએમસીમાં 6.53 ગણા, સ્ટાર હેલ્થમાં 6.1 ગણા કામકાજ નોંધાયા છે.

લાર્જકેપ શેરોની સાથે સાથે બ્રોડર માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી અને તેના લીધે માર્કેટ બ્રેડથ નબળું પડ્યું હતું. આજે બીએસઇ મિડકેપ ઇન્ડેકસ 0.12 ટકા ઘટયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેકસ 0.16 ટકા ઘટયો હતો. જેથી માર્કેટ બ્રેડથ એકદમ નબળું જોવાયું હતું. બીએસઇ ખાતે 1396 શેરો વધ્યા હતા, જ્યારે 2178 શેરો ઘટયા હતા, અને 164 શેરો યથાવત રહ્યા હતા. આજે એનએસઇ વીઆઇએક્સ 2.27 ટકા વધીને 13.38 ટકા પર રહ્યો હતો.

શેરબજારમાં ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જેમાં નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.14 ટકા ઘટયો હતો. જેમાં અદાણી ટોટલ ગેસ 5 ટકા, બીપીસીએલ 1.67 ટકા, પેટ્રોનેટ એલએનજી 1.3 ટકા, ઇન્ડિયન ઓઇલ 1.3 ટકા, ઓએનજીસીમાં 1.28 ટકા, એચપીસીએલ 1.26 ટકા, રિલાયન્સ ઇન્ડ. 1.11 ટકા, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ  0.96 ટકા, કેસ્ટ્રોલ ઇન્ડિયા 0.7 ટકા અને ઓઇલ ઇન્ડિયા 0.56 ટકા ઘટયા હતા. જ્યારે ગુજરાત ગેસ 2.64 ટકા, ઇન્દ્રપ્રસ્થ ગેસ 0.59 ટકા અને મહાનગર ગેસ 0.3 ટકા વધ્યા હતા.

વૈશ્વિક સ્તરે યુરોપિયન બજારોમાં આજે ભારે વેચવાલી રહેતા તૂટયા હતા. જ્યારે એશિયન બજારો પોઝિટિવ બંધ રહ્યા હતા. આજે અમેરિકાના બજારો બંધ રહેશે. જોકે, ગત શુક્રવારે અમેરિકાના બજારોમાં બેઉતરફી વધઘટ સાથે મિશ્ર વલણ રહ્યું હતું. જેથી આજે વૈશ્વિક બજારોમાં પણ નિરાશા જોવા મળી હતી. ચીને ફરી એકવાર પ્રાઇમ લોનરેટમાં કોઇ ફેરફાર કર્યો નથી.

અમેરિકાના અર્થતંત્રની મજબૂતાઇ વચ્ચે ફુગાવાનો દર ચીકણો રહ્યો છે, જેના લીધે રોકાણકારોને એવી ચિંતા છે કે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમકતા લાવી શકે છે અને ફરીથી 50 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે, તેની પાછળ શેરબજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.

યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.03 ટકા, કેક 0.10 ટકા ઘટાડા સાથે ચાલી રહ્યા છે, જ્યારે ડેક્સ 0.03 ટકાના સુધારા સાથે ચાલી રહ્યો છે. જ્યારે એશિયન બજારોમાં નીક્કી 0.07 ટકા, હેંગસેંગ 0.80 ટકા, તાઇવાન0.36 ટકા, કોસ્પી 0.16 ટકા અને શાંઘાઇ 2.02 ટકા વધ્યો હતો. જ્યારે સ્ટ્રેઇટસ 0.59 ટકા અને જકાર્તા 0.01 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

સેન્સેક્સ                                                 -311.03        60691.54

નિફ્ટી                          -99.60        17844.60

બેન્ક નિફ્ટી                     -430.10       40701.70

નિફ્ટી

ટોપ ગેઇનર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

ડીવીસ લેબ                     2.50           2900.60

અલ્ટ્રાટેક સિમેન્ટ                1.77           7426.85

ટેક મહિન્દ્રા                     1.33           1144.20

હિન્દાલ્કો                       1.11            434.25

પાવરગ્રીડ                      0.94           215.80

ટોપ લુસર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

સીપલા                         6.02           964.00

અદાણી એન્ટર                 5.88           1621.45

બ્રિટાનીયા                      1.75           4453.80

બીપીસીએલ                    1.67           326.15

યુપીએલ                       1.58           757.95

સેન્સેક્સ

ટોપ ગેઇનર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

અલ્ટ્રાટેક સિમેન્ટ                1.75           7426.80

ટેક મહિન્દ્રા                     1.35           1144.10

પાવરગ્રીડ                      0.91           215.70

તાતા મોટર્સ                    0.67           442.85

ઇન્ફોસીસ                       0.62           1593.25

ટોપ લુસર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

એચડીએફસી                   1.33           2655.20

મારૂતિ                          1.33           8690.35

કોટક મહિન્દ્રા બેન્ક             1.25           1737.25

આઇસીઆઇસીઆઇ બેન્ક        1.18            852.10

એસબીઆઇ                     1.09           525.10

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226