મહિન્દ્રા સીઆઇઇના શેરનું વેચાણ, 6.2 ટકા ઇકવીટી શેરની બ્લોક ડીલ બાદ શેર ઘટયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 16:41:35
  • Views : 557
  • Modified Date : 2023-03-13 16:41:35

ઓટો કોમ્પોનન્ટ કંપની મહિન્દ્રા સીઆઇઇ ઓટોમોટિવના શેરમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી હતી. એનએસઇ ઉપર હાલ શેર 6.85 ટકાના ઘટાડા સાથે રૂ. 366.60 પ્રતિ શેર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે ઇન્ટ્રેડેમાં શેરનો ભાવ ઘટીને રૂ. 360.90 પર આવી ગયો હતો. વાસ્તવમાં મીડિયા રિપોર્ઠસમાં ખુલાસો થયો હતો કે, એમસીઆઇઇના પ્રમોટર્સમાંની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે બ્લોકડીલ દ્વારા કંપનીનો 4.6 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે.

બીએસઇના આંકડા મુજબ એમસીઆઇઇના લગભગ 2.3 કરોડ ઇકવીટી શેર બ્લોક સોદા દ્વારા ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા છે. જોકે, હાલ વેચાણકર્તાઓ અને ખરીદદારોની જાણકારી નથી. આ બ્લોકડીલની ફલોર પ્રાઇસ રૂ. 355 પ્રતિ શેર ગત કલોઝીંગ ભાવથી 10 ટકા ડિસ્કાઉન્ટ પર રાખવામાં આવી હતી. આ સોદાનું કદ રૂ. 620 કરોડ હોવાનો અંદાજ છે. મહિન્દ્રા સીઆઇઇ ઓટોમોટિવ સીઆઇઇ ઓટોમોટિવ ગ્રુપ ઓફ સ્પેનની પેટા કંપની છે. ડિસેમ્બર, 2022 સુધીમાં મહિન્દ્રા પાસે કંપનીનો હિસ્સો હતો.

ડિસેમ્બર કવાર્ટમરાં મહિન્દ્રા સીઆઇઇનો ચો. નફો ત્રણ ગણો વધ્યો હતો. આ દરમ્યાન કંપનીનું ઓપરેશનલ પર્ફોમન્સ સારૂં રહ્યું છે. કંપનીએ ત્રિમાસિક ગાળામાં રૂ. 37.87 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે ગત વર્ષે રૂ. 12.8 કરોડની ખોટ હતી.

નોંધનીય છે કે, આ બ્લોકડીલના કારણે મહિન્દ્રા સીઆઇઇમાં હાલમાં ભાવ ઘટયો છે, પરંતુ લાંબાગાળા માટે રોકાણકારોને સારૂં વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરનો ભાવ 37 ટકા વધ્યો છે. જે છેલ્લા એક વર્ષમાં 110 ટકા જેટલો જબરજસ્ત નફો થયો છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 197

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239