રશિયા કરતા પણ વધુ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપવાની ઇરાકની ભારતને ઓફર આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-15 11:01:46
  • Views : 165
  • Modified Date : 2023-04-15 11:01:46

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમી દેશો તરફથી રશિયા પર અનેક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જેને લઇ રશિયા ભારતને સસ્તા ભાવે ક્રૂડ આપી રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતના આશરે 80 ટકા ક્રૂડ રશિયા પાસેથી મંગાવી રહ્યું છે. રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ મળ્યા ભારતનો રશિયા સાથે વેપાર વધી રહ્યો છે. 

યુદ્ધ પહેલા ભારત પોતાની જરૂરિયાતનું ક્રૂડ ઇરાક પાસેથી મંગાવતું હતું. રશિયાથી ક્રૂડ આયાત કરતા ઇરાકને મોટો ફટકો પડ્યો છે. હવે આ પરિસ્થિતિમાં ઇરાકે પણ ભારતને સસ્તા ભાવે ક્રૂડ આપવાનું નક્કી કર્યું છે. 

માર્ચમાં રશિયામાંથી ભારતની ક્રૂડની આયાત વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસની નવી ઊંચી સપાટીએ પહોંચી છે. આમ ઈરાકની સરખામણીમાં રશિયા સાથે ભારતની તેલની આયાત બમણી થઈ ગઈ છે. રશિયા સતત છઠ્ઠા મહિને ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું છે. રશિયા ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં ત્રીજા ભાગથી વધુ યોગદાન આપે છે.

રિફાઈનરી એકમોમાં ક્રૂડ ઓઈલનું પેટ્રોલ અને ડીઝલમાં રૂપાંતર થાય છે. રિફાઇનરીઓ અન્ય ગ્રેડની તુલનામાં ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ રશિયન તેલ ખરીદી રહી છે. ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં રશિયાનો બજાર હિસ્સો એક ટકાથી ઓછો હતો. માર્ચમાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 34 ટકા થયો છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226