ભારત વિશ્વ નું છઠ્ઠું સૌથી મોટું ઇન્શ્યોરન્સ માર્કેટ બનશે 2032 સુધીમાં

  • Published By :
  • Published Date : 2022-09-07 18:19:52
  • Views : 251
  • Modified Date : 2022-09-07 18:19:52

દેશમાં પહેલી વખત લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 100 અબજ ડોલરને આંબશે.દેશમાં નિયમનકારી સુધારા તેમજ આર્થિક ગતિવિધિમાં વિસ્તરણને પગલે આગામી 10 વર્ષમાં ભારત વિશ્વમાં છઠ્ઠું સૌથી વિશાળ ઇન્શ્યોરન્સ માર્કેટ બની રહેશે. સ્વિસ રી ઇન્સ્ટિટ્યૂટ અનુસાર આગામી દાયકામાં કુલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વાર્ષિક સ્તરે 14 ટકાના દરે વધશે જે ભારતને વર્ષ 2032 સુધીમાં છઠ્ઠુ સૌથી વિશાળ ઇન્શ્યોરન્સ માર્કેટ બનાવશે. ઉચ્ચ ફુગાવાને કારણે વર્ષ 2022માં ગ્રોથ થોડાક અંશે ઘટીને 4.5 ટકાની આસપાસ રહેશે. જો કે, ઇન્શ્યોરન્સ સેક્ટર વર્ષ 2023 થી 2032 વચ્ચે 8 ટકાના CAGR દરે વિસ્તરણ પામશે તેવી સંભાવના છે. સેક્ટોરલ ગ્રોથમાં ખાસ કરીને ભારતના નોન-લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં બદલાવ મહત્વનું પરિબળ રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન જોવા મળેલી અનિશ્વિતતાઓને પગલે ખાસ કરીને આરોગ્ય વીમા અંગે લોકોમાં વધુ જાગૃતિ આવવાને કારણે પણ વધુને વધુ લોકો આરોગ્ય વીમો લેવા તરફ વળ્યા હતા જેને કારણે પણ પ્રીમિયમ કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 197

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239