ભારતનું અર્થતંત્ર અંદાજ કરતાં વહેલું પાંચ ટ્રીલીયન ડોલરનું થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-18 17:41:44
  • Views : 505
  • Modified Date : 2023-03-18 17:41:44

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડૉલરનું કરવા માટે કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા આ લક્ષ્ય વર્ષ 2026-27 સુધીમાં હાંસલ થશે. એવા અપાયેલા અંદાજ કરતાં પહેલા તેને સિદ્ધ કરી શકાય તે માટે આ પગલાં ભરવામાં આવી રહ્યા છે, એમ સરકારે આજે રાજ્યસભાને માહિતી આપતા જણાવ્યું હતું. આઈએમએફના `વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક'માં જણાવાયું હતું કે ભારતનું અર્થતંત્ર વર્ષ 2021-22માં 3.1 લાખ કરોડ ડૉલરથી વધીને વર્ષ 2022-23માં 3.5 લાખ કરોડ ડૉલર અને વર્ષ 2026-27 સુધીમાં પાંચ લાખ કરોડ ડૉલરનું થશે.

દેશના અર્થતંત્રને આ સૂચિત વર્ષથી વહેલું પાંચ લાખ કરોડ ડૉલરનું કરવા માટે સરકાર પગલાં લઈ રહી હોવાનું કેન્દ્રના નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.

વર્ષ 2020માં શરૂ થયેલી કોવિડ મહામારી અને વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક ઉત્પાદન ઉપર માઠી અસર પડી હતી અને અનેક દેશોમાં ફુગાવો વધ્યો હતો. પરિણામે વિશ્વના આર્થિક મોરચે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા હતા. વૈશ્વિક આર્થિક મોરચે અનિશ્ચિતતા હળવી થાય તો ભારત આઈએમએફના અંદાજથી વહેલું પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બની શકે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા માટે `નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈન અૉફ પ્રોજેક્ટ', મૂડીખર્ચમાં વધારો, પીએલઆઈ સ્કીમની શરૂઆત, નેશનલ લોજિસ્ટિક પોલિસીને અંતિમ સ્વરૂપ આપવા જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવાનું નાણા રાજ્યપ્રધાને ઉમેર્યું હતું.

મૂડીખર્ચમાં વધારો કરવામાં આવતા પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટને વેગ મળશે. જેનાથી સરકારના વિવિધ સંબંધિત વિભાગો અને રાજ્ય સરકારોની કચેરીઓ વચ્ચે માળખાકીય યોજનાનું એકસૂત્રીકરણ થશે અને યોજનાઓનો અમલ ઝડપી બનશે, એમ તેમણે ઉમેર્યું હતું

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 207

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 200

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 241